ગુજરાતમાં ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ કેમ્પસ ખોલશે Jul 09, 2026 નવી દિલ્હી,વડાપ્રધાન મોદીના મેલબોર્ન પ્રવાસ દરમિયાન મહત્વના કરારભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના બે દિવસીય સત્તાવાર ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મેલબોર્નમાં આયોજિત પ્રતિષ્ઠિત CEO ફોરમને સંબોધિત કર્યું હતું. આ સંબોધન દરમિયાન તેમણે બંને દેશો વચ્ચેના આર્થિક અને શૈક્ષણિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ મુલાકાત ભારત અને ખાસ કરીને ગુજરાત માટે આર્થિક વિકાસના નવા દ્વાર ખોલનારી સાબિત થઈ રહી છે.આ મુલાકાતનું સૌથી મોટું આકર્ષણ ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે થનારા બદલાવ છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝની જાહેરાત અનુસાર, ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ હવે ગુજરાતમાં પોતાના કેમ્પસ શરૂ કરશે. આ નિર્ણયથી ગુજરાતના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરનું શિક્ષણ તેમના ઘર આંગણે ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, આગામી ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાનું એક ઉચ્ચસ્તરીય વ્યાપારી પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે આવનાર છે, જે રોકાણની નવી તકો ચકાસશે.વડાપ્રધાન મોદીએ CEO ફોરમને સંબોધતા જણાવ્યું હતું કે, વર્ષ 2022માં થયેલા ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (ECTA) બાદ બંને દેશોના આર્થિક સંબંધોમાં અભૂતપૂર્વ પ્રગતિ જોવા મળી છે. આ કરારને લીધે ભારતની ઓસ્ટ્રેલિયામાં નિકાસ બમણી થઈ ગઈ છે. છેલ્લા ચાર વર્ષમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 4 અબજ ડોલરથી વધીને 8.5 અબજ ડોલર સુધી પહોંચ્યો છે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, વૈશ્વિક અસ્થિરતા અને સપ્લાય ચેનની જટિલતાઓ વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાનું એક ભરોસાપાત્ર ભાગીદાર તરીકે સાથે મળીને આગળ વધવું અત્યંત જરૂરી છે.આ પ્રવાસ દરમિયાન ક્લીન એનર્જી અને 100 ગીગાવાટ ન્યુક્લિયર પાવરનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા અંગે પણ બંને દેશો વચ્ચે ચર્ચાઓ થઈ હતી, જે ભવિષ્યમાં ઊર્જા ક્ષેત્રે મોટા રોકાણ અને સહયોગના સંકેતો આપે છે. Previous Post Next Post