રાજકોટમાં જન્માષ્ટમીના ખાનગી મેળા માટે મનપા ત્રણ પ્લોટ ભાડે આપશે Jul 25, 2026 રાજકોટ, નાનામૌવા સર્કલ, સાધુવાસવાણી રોડ અને અમીન માર્ગ કોર્નર પરના પ્લોટ કરાશે ફાળવવામાંશહેરમાં આગામી જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પર્વ નિમિત્તે શહેરીજનો મનોરંજન માણી શકે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાનગી મેળાના આયોજન માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપા દ્વારા શહેરના ત્રણ મહત્વના અને વ્યસ્ત વિસ્તારોમાં આવેલા ખુલ્લા પ્લોટ મેળાના હેતુ માટે ભાડે આપવામાં આવશે.મળતી માહિતી મુજબ, મનપા દ્વારા નાનામૌવા સર્કલ પાસે, સાધુવાસવાણી રોડ પર તેમજ અમીન માર્ગ કોર્નર પર આવેલા પ્લોટ મેળાના આયોજન માટે ફાળવવામાં આવશે. આ ત્રણેય સ્થળોએ મેળો યોજવાથી નાગરિકો સરળતાથી પહોંચી શકશે અને તહેવારની ઉજવણીનો આનંદ માણી શકશે. આગામી સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી મેળાના આયોજન માટે તંત્ર દ્વારા કવાયત શરૂઆ મેળાના આયોજન માટે મનપાના સબંધિત વિભાગ દ્વારા પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં જ આ ત્રણેય પ્લોટ ભાડે આપવા માટે સત્તાવાર ટેન્ડર પ્રક્રિયા પ્રસિદ્ધ કરવામાં આવશે, ત્યારબાદ નિયમોનુસાર યોગ્ય આયોજકને પ્લોટની ફાળવણી કરવામાં આવશે. તંત્રની આ કવાયતથી જન્માષ્ટમીના પર્વ પર શહેરમાં મેળાઓ જામશે અને વેપાર-ધંધાને પણ પ્રોત્સાહન મળશે. Previous Post Next Post