કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રાજ્યમાં શિયાળાની ઠંડી બાદ આજે ઘણા અંશે રાહત અનુભવાઈ હતી, પરંતુ આવતીકાલથી એટલે કે 14 જાન્યુઆરીથી ફરી એકવાર ઠંડીનો માહોલ સર્જાવાની આગાહી કરવામાં આવી છે. જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઇ પટેલના જણાવ્યા મુજબ 14થી 16 જાન્યુઆરી દરમિયાન ન્યુનતમ તાપમાનમાં ફરી ઘટાડો નોંધાશે અને અનેક વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે સરકી શકે છે.
 
રાજ્યમાં તાપમાનની હાલની સ્થિતિ

અશોકભાઇ પટેલે માહિતી આપતાં જણાવ્યું કે, રાજ્યમાં નોર્મલ ન્યુનતમ તાપમાન 12થી 13 ડિગ્રી જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 10થી 11 ડિગ્રી ગણાય છે. 12 જાન્યુઆરી સુધી તાપમાન નોર્મલ કરતાં નીચું રહેવાની આગાહી અનુસાર ગઇકાલ સુધી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

રાજકોટ, અમરેલી અને ભુજ જેવા શહેરોમાં ન્યુનતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે ઉતરી ગયું હતું. જોકે 13 જાન્યુઆરીથી તાપમાનમાં થોડી રાહત જોવા મળી છે.
 
શહેરવાર ન્યુનતમ તાપમાન

  • રાજકોટ : 11.1 ડિગ્રી (નોર્મલ કરતાં 1.7 ડિગ્રી ઓછું)
  • અમદાવાદ : 16 ડિગ્રી (નોર્મલ કરતાં 3.7 ડિગ્રી વધુ)
  • વડોદરા : 15 ડિગ્રી (1.9 ડિગ્રી વધુ)
  • ભુજ : 11 ડિગ્રી (0.4 ડિગ્રી ઓછું)
  • ડિસા : 12.3 ડિગ્રી (2.3 ડિગ્રી વધુ)
  • અમરેલી : 12.4 ડિગ્રી (1 ડિગ્રી વધુ)
     
14થી 16 જાન્યુઆરી : ફરી ઠંડીનો દોર

આગાહીમાં જણાવ્યા મુજબ 14થી 16 જાન્યુઆરી દરમિયાન ન્યુનતમ તાપમાનમાં ફરી ઘટાડો થશે. કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં પણ નીચું અને 10 ડિગ્રીથી ઓછું રહેવાની સંભાવના છે. બુધથી શુક્ર દરમિયાન રાજ્યના અનેક સેન્ટરોમાં કડક ઠંડી અનુભવાશે.
 
17 જાન્યુઆરીથી મળશે રાહત

17 જાન્યુઆરી બાદ ઠંડીમાં ધીમે ધીમે રાહત મળશે. ન્યુનતમ તાપમાન ફરી નોર્મલ સ્તરે આવશે અને શિયાળાનો તીવ્ર પ્રભાવ ઘટશે. 17થી 20 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ભારતમાં જોવા મળશે.
 
ઝાકળવર્ષાની શક્યતા
 
15થી 17 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ઝાકળવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જે ખેતી અને વાતાવરણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
 
ઉત્તરાયણ માટે પવન અનુકૂળ

ઉત્તરાયણના દિવસે એટલે કે 14 જાન્યુઆરીએ પવન ઉત્તર-પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાં 7થી 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.
15 જાન્યુઆરીએ પવનની ઝડપ 8થી 20 કિ.મી. પ્રતિ કલાક રહેવાની સંભાવના છે.

આથી ઉત્તરાયણના પતંગપર્વ દરમિયાન નોર્મલ પવનના કારણે પતંગરસિયાઓને પૂરતો આનંદ માણવા મળશે.
 
ઉત્તર ભારતમાં વરસાદ અને બરફવર્ષાની શક્યતા

17થી 20 જાન્યુઆરી દરમિયાન સર્જાનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ-કાશ્મીરથી લઈ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ અને પર્વતીય વિસ્તારોમાં હળવો-મધ્યમ બરફવર્ષા થવાની શક્યતા છે.

You may also like

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉત્તરાયણની ધૂમ, આબાલવૃદ્ધે પતંગ ચગાવી માણ્યો ઉત્સવ, ગૌપૂજન–દાનથી પુણ્ય અર્જન

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉત્તરાયણની ધૂમ, આબાલવૃદ્ધે પતંગ ચગાવી માણ્યો ઉત્સવ, ગૌપૂજન–દાનથી પુણ્ય અર્જન

IND vs NZ: રાજકોટ વનડેમાં ભારતને 7 વિકેટથી હાર, મિચેલની સદી અને યંગની ઇનિંગથી સીરિઝ 1-1 બરાબર

IND vs NZ: રાજકોટ વનડેમાં ભારતને 7 વિકેટથી હાર, મિચેલની સદી અને યંગની ઇનિંગથી સીરિઝ 1-1 બરાબર

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ