ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

ઠંડી ઋતુમાં તરસ ન લાગે તો પણ પાણી જરૂરી, શિયાળામાં ઓછું પાણી પીવાથી હૃદય અને બ્લડપ્રેસર પર જોખમ

કડકડતી ઠંડી અને શીતલહેર દરમિયાન લોકો સામાન્ય રીતે તરસ ઓછી લાગતી હોવાથી પાણી ઓછું પીવે છે, પરંતુ આ આદત સ્વાસ્થ્ય માટે ગંભીર સાબિત થઈ શકે છે. તબીબોના જણાવ્યા મુજબ શિયાળાની ઋતુમાં ઓછું પાણી પીવાથી હૃદય પર વધારાનું ભારણ પડે છે અને બ્લડપ્રેસર તેમજ હાર્ટએટેકનો ખતરો વધી જાય છે.
 
❖ શિયાળામાં કેમ વધે છે બ્લડપ્રેસર?

દિલ્હી એઈમ્સના કાર્ડિયોલોજી વિભાગના અધ્યક્ષ ડો. સંજીવ નારંગના જણાવ્યા પ્રમાણે ઠંડીમાં શરીરની ધમનીઓ સંકોચાઈ જાય છે. આ કારણે લોહીનું દબાણ વધે છે. જો પાણીનું સેવન ઓછું થાય તો લોહી વધુ ઘાટું બને છે, જેનાથી બ્લડપ્રેસર અને લોહીના થક્કા (ક્લોટ) બનવાનો જોખમ વધી જાય છે.
 
❖ ઓપીડીમાં વધી રહ્યા છે બ્લડપ્રેસરના દર્દીઓ

ડોક્ટરોના જણાવ્યા અનુસાર હાલમાં ઓપીડીમાં એવા ઘણા દર્દીઓ આવી રહ્યા છે જેમનું બ્લડપ્રેસર અગાઉ નિયંત્રણમાં હતું, પરંતુ શિયાળાની ઋતુમાં અચાનક વધી ગયું છે. કેટલાક દર્દીઓમાં પગમાં સોજા આવવાના કેસ પણ નોંધાયા છે.
 
❖ હાર્ટ એટેક અને શ્વાસની બીમારીનો વધતો ખતરો

પાણી ઓછું પીવાથી હાર્ટ એટેકનો ખતરો વધે છે. સાથે જ ઠંડી હવા સીધી શ્વાસ દ્વારા શરીરમાં જવાથી શ્વાસની નળી સંકોચાઈ જાય છે, જેના કારણે શ્વાસની તકલીફ, દમ અને ન્યુમોનિયા જેવી બીમારીઓ વધી રહી છે, તેમ ડો. સંજીવ સિંહાએ ચેતવણી આપી છે.
 
❖ ન્યુમોનિયાના કેસોમાં વધારો

શિયાળાની ઋતુમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં ન્યુમોનિયાના કેસોમાં નોંધપાત્ર વધારો થાય છે. ઠંડીને હળવાશથી લેવી નહીં, એવી ડોક્ટરોની સલાહ છે.
 
❖ ડોક્ટરોની મહત્વની સલાહ

  • સપ્તાહમાં ઓછામાં ઓછું બે વાર બ્લડપ્રેસર ચેક કરવું
  • શક્ય હોય તો ઘરમાં બ્લડપ્રેસર મશીન રાખવું
  • પૂરતું પાણી પીવું, તરસ ન લાગે તો પણ
  • ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓએ વધુ ઠંડીમાં સવાર-સાંજ ફરવાનું ટાળવું
     
❖ બાળકો અને વૃદ્ધો માટે ખાસ કાળજી

  • વૃદ્ધોએ ન્યુમોનિયાની રસી લેવવી
  • બાળકોને 3-4 ગરમ કપડાં પહેરાવવાં
  • નવજાત બાળકનું ખાસ ધ્યાન રાખવું
  • માથું, કાન અને ગળું ઢાંકીને રાખવું
  • યોગ્ય અને પોષણયુક્ત આહાર લેવો

શિયાળાની ઋતુમાં તરસ ઓછી લાગતી હોવા છતાં પૂરતું પાણી પીવું, નિયમિત તપાસ કરવી અને ઠંડીથી બચાવના પગલાં લેવાં અત્યંત જરૂરી છે. નાની લાપરવાહી પણ ગંભીર બીમારીઓને આમંત્રણ આપી શકે છે.

You may also like

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉત્તરાયણની ધૂમ, આબાલવૃદ્ધે પતંગ ચગાવી માણ્યો ઉત્સવ, ગૌપૂજન–દાનથી પુણ્ય અર્જન

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉત્તરાયણની ધૂમ, આબાલવૃદ્ધે પતંગ ચગાવી માણ્યો ઉત્સવ, ગૌપૂજન–દાનથી પુણ્ય અર્જન

IND vs NZ: રાજકોટ વનડેમાં ભારતને 7 વિકેટથી હાર, મિચેલની સદી અને યંગની ઇનિંગથી સીરિઝ 1-1 બરાબર

IND vs NZ: રાજકોટ વનડેમાં ભારતને 7 વિકેટથી હાર, મિચેલની સદી અને યંગની ઇનિંગથી સીરિઝ 1-1 બરાબર

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

કાલથી રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, ઉત્તરાયણ પવન પતંગરસિયાઓને મોજ કરાવશે

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ

રોહિત–કોહલી રાજકોટમાં છેલ્લી વખત રમશે; બુધવારે બીજી વનડે પહેલા નેટ્સમાં ખેલાડીઓએ કરી જોરદાર પ્રેક્ટિસ