જંતર મંતર પર પી.એમ. મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરનારી યુવતી વિરુદ્ધ FIR નોંધાઈ

જંતર મંતર પર પી.એમ. મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરનારી યુવતી વિરુદ્ધ FIR નોંધાઈ

નવી દિલ્હી ,

વિરોધ પ્રદર્શન દરમિયાન વીડિયો થયો હતો વાયરલ

દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ અને આપત્તિજનક ટિપ્પણી કરવાના મામલે હવે કાયદાકીય સકંજો કસાયો છે. વાયરલ વીડિયોના આધારે યુવતી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને દિલ્હી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

દિલ્હીમાં 23 જુલાઈના રોજ CJPના નેજા હેઠળ યોજાયેલા પ્રદર્શન દરમિયાન એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે દેશના વડાપ્રધાન વિરુદ્ધ જાહેર મંચ પરથી આપત્તિજનક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતી જોવા મળી હતી. આ વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યા બાદ ભારે વિરોધ જોવા મળ્યો હતો.

ફરિયાદ નોંધાયા બાદ ફરીદાબાદની યુવતી પરિવાર સહિત ગાયબ

ગાઝિયાબાદના રહેવાસી અને સુપ્રીમ કોર્ટના મહિલા વકીલ સ્મૃતિ સિંહે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, યુવતીનું આ કૃત્ય માત્ર એક વ્યક્તિગત ટિપ્પણી નથી, પરંતુ દેશના સર્વોચ્ચ બંધારણીય પદની ગરિમાને ઠેસ પહોંચાડવાનો અને જાહેર શાંતિ ભંગ કરવાનો પ્રયાસ છે. આ ફરિયાદના આધારે આ ઘટના જંતર-મંતર વિસ્તારની હોવાથી સમગ્ર કેસની તપાસ દિલ્હી પોલીસના સંસદ માર્ગ પોલીસ મથકને સોંપવામાં આવી છે.

આરોપી યુવતી મૂળ ફરીદાબાદની રહેવાસી છે અને બ્યૂટી પાર્લર ચલાવે છે. તેણે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં નોઈડામાં એક ફ્લેટ પણ ખરીદ્યો હતો. જોકે, ઘટના બાદથી યુવતી અને તેના પરિવારજનો પોતાના નિવાસસ્થાનેથી ગાયબ છે. દિલ્હી પોલીસ હાલ તેમની શોધખોળ કરી રહી છે અને પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી હાથ ધરશે.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ