સ્વાસ્થ્ય "સંપતિ" સંવર્ધન માટે "હેલ્થ ટાઈમ્સ"નો પ્રારંભ

સ્વાસ્થ્ય "સંપતિ" સંવર્ધન માટે "હેલ્થ ટાઈમ્સ"નો પ્રારંભ

રાજકોટ,
અગ્રણી તબીબો, આરોગ્ય સંસ્થાઓની ઉપસ્થિતિમાં પ્રથમ અંકનું વિમોચન

છેલ્લા આઠ વર્ષથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિશ્વસનીય, તટસ્થ અને સકારાત્મક પત્રકારત્વની ઓળખ ઉભી કરનાર 'સંપત્તિ ટાઈમ્સ' પાક્ષિક દ્વારા હવે સમાજના સર્વાંગી વિકાસના વધુ એક મહત્વપૂર્ણ સોપાન તરીકે 'હેલ્થ ટાઈમ્સ' સપ્લીમેન્ટરી આવૃત્તિનું પ્રકાશન શરૂ કરવામાં આવ્યું છે. તબીબી જ્ઞાન, વૈજ્ઞાનિક માહિતી અને જનજાગૃતિ વચ્ચે વિશ્વાસનો મજબૂત સેતુ રચવાના ઉદ્દેશ સાથે શરૂ થયેલા આ નવા પ્રકાશનના પ્રથમ અંકનું રાજકોટમાં ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું.

વિમોચન સમારોહમાં RBA પ્રમુખ પરેશ ગજેરા, IMA રાજકોટ પ્રમુખ ડૉ. તેજસ કરમટા, IMA રાજકોટ સેક્રેટરી ડૉ. બીરજુ મોરી, Federation of AYUSH Doctors Rajkotના પ્રમુખ ડૉ. એમ.વી. વેકરીયા, IFS Gujarat State Head ડૉ. સંજય દેસાઈ, 'હેલ્થ ટાઈમ્સ'ના Managing Editor ડૉ. પ્રતીક્ષા દેસાઈ, 'સંપત્તિ ટાઈમ્સ'ના Editor પ્રવીણ શીંગાળા, રાજેશ દત્તાણી ઉપરાંત પ્રશાંત પંડયા સહિતના મહાનુભાવો, રાજકોટના અગ્રણી તબીબો, વિવિધ આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ હેલ્થ ટાઈમ્સને આરોગ્ય ક્ષેત્રમાં સમયોચિત અને સમાજલક્ષી પહેલ ગણાવી તેને શુભકામનાઓ પાઠવી હતી.

ડૉ. સંજય દેસાઈ અને ડૉ. પ્રતીક્ષા દેસાઈના માર્ગદર્શન હેઠળ  'હેલ્થ ટાઈમ્સ'નો પ્રારંભ

'સંપત્તિ ટાઈમ્સ'એ અત્યાર સુધી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં બિલ્ડર્સ, ડેવલપર્સ, પ્રોફેશનલ્સ અને ગ્રાહકો વચ્ચે વિશ્વસનીય માહિતી અને સકારાત્મક સંવાદનું મંચ ઊભું કર્યું છે. એ જ વિશ્વાસને હવે આરોગ્ય ક્ષેત્ર સુધી વિસ્તૃત કરવાનો સંકલ્પ હેલ્થ ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રકાશનનો હેતુ માત્ર આરોગ્ય સંબંધિત સમાચાર આપવાનો નથી, પરંતુ સામાન્ય નાગરિક સુધી નિષ્ણાત ડૉક્ટર્સનું વૈજ્ઞાનિક અને પ્રમાણભૂત માર્ગદર્શન સરળ ભાષામાં પહોંચાડવાનો છે.

સંપત્તિ ટાઈમ્સ પાક્ષિકની સપ્લીમેન્ટરી પ્રકાશન તરીકે 'હેલ્થ ટાઈમ્સ'ની આ પહેલમાં રાજકોટના જાણીતા તબીબી નિષ્ણાત ડૉ. પ્રતીક્ષા દેસાઈ Managing Editor તરીકે અને ડૉ. સંજય દેસાઈના માર્ગદર્શન સાથે સમગ્ર સામગ્રીને વૈજ્ઞાનિક પ્રમાણિકતા અને સરળ રજૂઆત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સંપત્તિ ટાઈમ્સના તંત્રી પ્રવીણ શીંગાળાના પત્રકારત્વનો અનુભવ અને તબીબી નિષ્ણાતોના જ્ઞાનનો આ સમન્વય હેલ્થ ટાઈમ્સને અન્ય આરોગ્યલક્ષી પ્રકાશનોથી અલગ ઓળખ આપશે.

હેલ્થ ટાઈમ્સ માં શું જાણવા મળશે?
 


હેલ્થ ટાઈમ્સમાં પ્રિવેન્ટિવ હેલ્થકેર, જીવનશૈલી, મહિલા અને બાળ આરોગ્ય, વડીલોની સંભાળ, આયુર્વેદ, એલોપેથી, માનસિક સ્વાસ્થ્ય, પોષણ, ઋતુચર્ય, નવી સારવાર પદ્ધતિઓ, આરોગ્યલક્ષી સરકારી યોજનાઓ, હોસ્પિટલ અને તબીબી ક્ષેત્રની નવી પહેલો સહિતના વિષયો પર નિષ્ણાતોના લેખો અને માર્ગદર્શન નિયમિત રીતે પ્રકાશિત કરવામાં આવશે.

અગ્રણીઓના મંતવ્યો
પરેશ ગજેરા (RBA પ્રમુખ)
"'સંપત્તિ ટાઈમ્સ'એ જેમ વિશ્વાસનું પ્લેટફોર્મ ઊભું કર્યું છે, તેમ 'હેલ્થ ટાઈમ્સ' પણ આરોગ્ય ક્ષેત્રમાં ડૉક્ટર્સ અને સમાજ વચ્ચે વિશ્વાસનો સેતુ બની નવી ઓળખ સ્થાપિત કરશે."

ડૉ. તેજસ કરમટા (પ્રમુખ, IMA રાજકોટ)
"સોશિયલ મીડિયાના યુગમાં વૈજ્ઞાનિક અને પ્રમાણભૂત આરોગ્ય માહિતી લોકો સુધી પહોંચાડવા માટે 'હેલ્થ ટાઈમ્સ' જેવી પહેલ સમયની જરૂરિયાત છે."

ડૉ. બીરજુ મોરી (સેક્રેટરી, IMA રાજકોટ)
"નિવારક આરોગ્ય, જનજાગૃતિ અને ડૉક્ટર્સ સાથે સીધો સંવાદ સ્થાપિત કરવામાં 'હેલ્થ ટાઈમ્સ' અસરકારક માધ્યમ બનશે."

ડૉ. એમ.વી. વેકરીયા (પ્રમુખ, Federation of AYUSH Doctors Rajkot)
"આયુષ અને આધુનિક ચિકિત્સા સહિત તમામ સારવાર પદ્ધતિઓ અંગે સંતુલિત અને વિશ્વસનીય માહિતી આપવાનો પ્રયાસ પ્રશંસનીય છે."

ડૉ. સંજય દેસાઈ (IFS Gujarat State Head)
"નિષ્ણાતોના જ્ઞાનને સરળ ભાષામાં સમાજ સુધી પહોંચાડવાનો આ પ્રયાસ આરોગ્ય જાગૃતિ માટે એક સકારાત્મક અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પહેલ છે."

ડૉ. પ્રતીક્ષા દેસાઈ (Managing Editor, હેલ્થ ટાઈમ્સ)
"'હેલ્થ ઇઝ વેલ્થ'ના વિચારને સાકાર કરતાં હેલ્થ ટાઈમ્સ લોકો સુધી ઓથેન્ટિક, વૈજ્ઞાનિક અને વિશ્વસનીય આરોગ્ય માર્ગદર્શન પહોંચાડશે."

પ્રવીણ શીંગાળા (Editor, સંપત્તિ ટાઈમ્સ)
"'સંપત્તિ' પછી હવે 'સ્વાસ્થ્ય' ક્ષેત્રમાં પણ વિશ્વાસનું મંચ ઊભું કરવાનો અમારો સંકલ્પ છે, જે સમાજ માટે ઉપયોગી સાબિત થશે."

રાજેશ દત્તાણી
"હેલ્થ ટાઈમ્સ માત્ર પ્રકાશન નહીં, પરંતુ આરોગ્ય જાગૃતિનું લોકાભિમુખ અભિયાન છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે."