રેવન્યુ પ્રેક્ટીશના માસ્ટર એડવોકેટ શ્રી પ્રફુલભાઇ રાજાણી

રેવન્યુ પ્રેક્ટીશના માસ્ટર એડવોકેટ શ્રી પ્રફુલભાઇ રાજાણી

બાંધકામ ક્ષેત્ર, રેવન્યુ ક્ષેત્ર કે તેને લગતા કોઈપણ ક્ષેત્રમાં પ્રફુલભાઈ રાજાણી એડવોકેટનું નામ મુકાય, એટલે લોકો તરત જ એવુ કહે છે "પ્રફુલભાઇ હોય એટલે કામ થઈ જ જાશે". આ બધુ એમને એમ  નથી કહેવાતુ આવી તેમની ઇમેજ પાછળ અથાગ મહેનત, ખુબ જ  સારો સ્વભાવ, લોકોના કામ કરવાની તત્પરતા,  પ્રભુ પ્રત્યેની અડગ નિષ્ઠા, નીતીમતા.... વગેરે ગુણો નો સમન્વય છે.


1) ભારત સરકાર તરફથી નોટરી નિયુકતી

પ્રફુલભાઈ રાજાણી 1985માં બરડીયા થી રાજકોટ રહેવા આવેલ. તેમનું પ્રાથમિક અને ઉચ્ચતરીય એજ્યુકેશન મુખ્યત્વે રાજકોટની વિવિધ સ્કૂલોમાં થયેલ 2006માં L.L.B. નો અભ્યાસ પૂર્ણ કરેલ ત્યારબાદ 11-06-2007ના રોજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાંથી વકીલાતની સનદ મેળવેલ, પછી તા.8-3-20 ના રોજ ભારત સરકાર તરફથી નોટરીનું લાયસન્સ આપવામાં આવેલ પછીના તબક્કાઓમાં તેમણે  ઈ- સ્ટેમ્પીંગનું લાયસન્સ પણ મેળવેલ છે.
 

2) ખુબ જ સંઘષો બાદ 2007માં પ્રેક્ટીશની શરૂઆત

1995 થી 2007 સુધીના સમયગાળા દરમ્યાન પિતાશ્રીને વેપારધંધા માં મદદ કરતા કરતા તેમણે એડવોકેટની ડિગ્રી લઈને 2007માં એડવોકેટની પ્રેકટીશ શરુ કરી. હાલમાં સિનિયર એડવોકેટ શ્રી એમ.ડી. ફલદુ સાહેબની છત્રછાયામાં પ્રેકટીશ ચાલુ છે. અંદાજીત 20 થી 22 જુનીયર એડવોકેટ તેમની ઓફીસમાં કાર્યરત છે.


3) પ્રફુલભાઈની સફળતાનું રહસ્ય

હાલમાં પ્રફુલભાઇ રાજાણી રેવન્યુ પ્રેક્ટીશમાં દસ્તાવેજ, અપીલ, બિનખેતી,... વગેરે કાર્યક્ષેત્રમાં માસ્ટરી ધરાવે છે.તેઓ પોતાની સફળતા પોતાના શબ્દોમાં જ બયાન કરે છે કે અમો "સખત મહેનત, પરિશ્રમ અને ચોક્સાઈપૂર્વક સામા માણસને સાંભળીને, સમજીને, તેને સંતોષકારક જવાબ આપીયે છીએ. કોઈપણ બાબતે " ના નહિ કેહવાની " અન્ય કોઈપણ જાતના અઘરા કામ અસીલોને સંતોષ થાય તે રીતે કરી આપવા અમે કટિબદ્ધ છીએ. આ બાબતે તેમની પોતાની કન્સલ્ટિંગ એડવોકેટ તરીકેની નિષ્ઠા દેખાડે છે. તેઓશ્રી હાલમાં રાજકોટ, કચ્છ , જામનગર, દ્વારકા, અમરેલી, વગેરે શહેરોમાં બિનખેતીની પ્રેકટીશ કરે છે.
 


4) જુનિયર એડવોકેટ ને સલાહ

પોતાની સફળતા બાબતે પ્રફુલભાઇ રાજાણી વિન્રમતા થી પોતાના જુનીયર એડવોકેટને કહેતા હોય છે કે "તમે ઓફીસ જઈને તમારા સિનિયર એડવોકેટ પાસેથી કામ સામેથી માંગો કે સાહેબ આજે મારે શું કામ કરવાનું છે? અને તેનું સાંજે જે કામ કરેલ હોય તેનું રિપોર્ટિંગ આપો. જેથી કરીને તમારા કામની ચોકસાઈ ની ખબર પડશે અને તમારે આગળ જતા પોતાની ઓફીસ કરવાની થાય તો કામનું મેનેજમેન્ટ કરવાની ખબર પડશે."


5) વ્યક્તીગત લાયેઝનિંગ સહીત સીધા સંપર્ક

હાલમાં પ્રફુલભાઇ રાજાણી તેમના સિનિયર એડવોકેટ શ્રી એમ. ડી. ફલદુ  સાહેબ સાથે જ પ્રેકટીશ કરે છે. તથા પોતાની પર્સનલ પ્રેક્ટીશ પણ કરે છે. જે લોકોનું અધિકારીઓના સતત સીધા સંપર્કમાં રહે છે અને સારા સંબંધો  કેળવી, વ્યક્તિગત  લાયેઝનીંગ  કરીને કામ વહેલું અને સારી રીતે પુરુ  થાય તેવા સતત  પ્રયત્નો કરતા હોય છે.


6) વ્યક્તીગત અનુભવોનું વર્ણન

પ્રફુલભાઇ રાજાણી જુનિયર એડવોકેટને વ્યક્તિગત અનુભવો આપતા કહે છે કે "તમારા ક્લાઈન્ટનું કોઈ પણ કામ લીધેલ હોય તો જેમ જેમ કામ પતે  તેમ તમારા ક્લાયન્ટ ને ફોલોઅપ કરતા રહો, જેથી તમારા કામની કદર થાય."
 

7) લોકો માટેનો સંદેશ

ખુબ જ  ધર્મનિષ્ઠ એવા પ્રફુલભાઇ રાજાણી રેવન્યુ અને મિલ્કતના કાયદામાં અનુભવ, વિશ્વાસઅને ઇમાનદારીના પ્રતીક છે. સામેવાળાની મુશ્કેલી અંતરથી સમજે છે. તેમને માટે વકીલાત એ કમાણી  નહિ પણ સેવાનું સાધન છે.

પ્રફુલભાઈને પૂછવામાં આવ્યું કે તેમાં જનરલ લોકોને શું સંદેશો આપશો તો તેમને કહ્યું કે ...

1. હંમેશા માટે મિલ્કત ખરીદતા પહેલા દસ્તાવેજની ચોક્કસ તપાસ કરવો.
2. મૌખિક વચન કરતા પહેલા લેખીત પુરાવાને મહત્વ વધારે આપો.
3. ખોટા લાલચમાં આવીને ખોટા સોદા ન કરો.
4.સમયસર લીધેલ સાચી સલાહ મોટા નુકસાનથી બચાવે છે.

પ્રફુલભાઈ રાજાણી નું નોટરી એસોશીયેન સહિત અનેક સંસ્થાઓ દ્રારા  ખુબ જ સન્માન થયેલું છે.

You may also like

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગમાં સરપ્રાઈઝ વિઝિટ: મેયર સહિત પદાધિકારીઓએ અરજદારો માટે સુવિધા વધારવાના કડક આદેશ આપ્યા

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને કરાની આગાહી: IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ગીરના સિંહોમાં બબેસિઓસિસનો ખતરો: બે સિંહના મોતની શંકા, 17 સિંહ આઇસોલેશનમાં

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ

ભીષણ ગરમી બાદ દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ