રશિયન ઓઈલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકી સેનેટમાં ૧૦૦% ટેરિફનું બિલ પાસ Jul 29, 2026 નવી દિલ્હી ,ભારત સહિત પાંચ મુખ્ય દેશો આવ્યા અમેરિકાના સીધા નિશાન પરઅમેરિકા અને ભારત વચ્ચે આર્થિક તથા વેપાર સંબંધોને લઈને હાલમાં ચાલી રહેલી તનાતની વચ્ચે અમેરિકન સેનેટે રશિયા પાસેથી ઊર્જા (ઓઈલ અને ગેસ) આયાત કરતા દેશો પર ૧૦૦% સુધીનો જંગી ટેરિફ ઝીંકવાની મંજૂરી આપતું અત્યંત મહત્ત્વપૂર્ણ બિલ ભારે બહુમતી સાથે પસાર કરી દીધું છે. સ્વર્ગસ્થ સેનેટર લિન્ડસે ગ્રેહામ દ્વારા તૈયાર કરાયેલા આ બિલને સેનેટમાં ૮૬-૧૨ ના મતોથી મંજૂરી મળી છે, જેના કારણે વૈશ્વિક રાજકારણ અને વેપાર ક્ષેત્રે મોટો હલચલ મચી ગઈ છે.આ બિલ પાસ થવાથી રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદતા દેશોની મુશ્કેલીઓમાં ભારે વધારો થઈ ગયો છે. આ કાયદાના દાયરામાં મુખ્યત્વે પાંચ દેશોને આવરી લેવામાં આવ્યા છે, જેમાં ભારત, ચીન, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાનનો સમાવેશ થાય છે. જો આ બિલ અંતિમ સ્વરૂપ ધારણ કરીને કાયદો બનશે, તો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આ તમામ દેશો પર ૧૦૦% સુધીનો આકરો ટેરિફ લાદવાની સંપૂર્ણ કાનૂની સત્તા મળી જશે.પશ્ચિમ એશિયામાં સર્જાયેલા તણાવ અને ઈરાન-અમેરિકા સંઘર્ષના કારણે મહત્ત્વપૂર્ણ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' દરિયાઈ માર્ગેથી થતી ઓઈલની સપ્લાય ગંભીર રીતે ખોરવાઈ ગઈ હતી. આ વૈશ્વિક કટોકટીના સમયમાં ભારતીય રિફાઇનરીઓએ પોતાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે રશિયા પાસેથી ઓઈલની આયાતમાં નોંધપાત્ર વધારો કર્યો હતો.અગાઉ ઓગસ્ટ ૨૦૨૫માં પણ અમેરિકાએ ભારત પર ૨૫% વધારાનો ટેરિફ નાખ્યો હતો, જેથી કુલ ટેરિફ વધીને ૫૦% સુધી પહોંચ્યો હતો. જોકે, ફેબ્રુઆરીમાં વૈશ્વિક ઈરાન સંકટને ધ્યાનમાં રાખીને થોડી રાહત અપાઈ હતી, પરંતુ હવે સેનેટ દ્વારા પસાર કરાયેલા આ નવા બિલથી ભારત પર આર્થિક દબાણ અનહદ વધી ગયું છે.હવે આ રીતે થશે કાયદો બનવાની પ્રક્રિયાસેનેટમાં પ્રક્રિયાગત મંજૂરી મળ્યા બાદ આ બિલ આગામી સપ્ટેમ્બરમાં 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ'ની બેઠકમાં ચર્ચા અને મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. ત્યાંથી પાસ થયા પછી જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ બિલ પર પોતાના હસ્તાક્ષર કરશે, ત્યારે તે સત્તાવાર રીતે કાયદામાં રૂપાંતરિત થઈ જશે. આ બિલના અમલીકરણથી ભલે રાતોરાત સીધા ટેરિફ લાગુ ન થાય, પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રને ભારત જેવા વિકાસશીલ દેશો પર આર્થિક પકડ મજબૂત કરવાનું અને દબાણ લાવવાનું એક અત્યંત પ્રભાવશાળી શથિયાર મળી જશે. Next Post