મેડલની ઓછી સંખ્યા પાછળનું કારણ ભારતની મુખ્ય રમતો જ થઈ ગઈ હતી રદ્દ

મેડલની ઓછી સંખ્યા પાછળનું કારણ ભારતની મુખ્ય રમતો જ થઈ ગઈ હતી રદ્દ


નવી દિલ્હી ,

કોમનવેલ્થ ગેમ્સમાં  39 મેડલ સાથે બે દાયકામાં સૌથી નીચલા સ્તરે  ભારતનું પ્રદર્શન


સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026નું 2 ઓગસ્ટના રોજ ભવ્ય સમાપન થયું છે. આ રમતોત્સવમાં ઓસ્ટ્રેલિયાએ કુલ 170 મેડલ મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે ઇંગ્લેન્ડ પણ મેડલની સેન્ચુરી ફટકારવામાં સફળ રહ્યું છે. બીજી તરફ, ભારતે આ મહાકુંભમાં કુલ 39 મેડલ પોતાના નામે કર્યા છે. આ આંકડો છેલ્લા 24 વર્ષમાં ભારતનું સૌથી નબળું પ્રદર્શન દર્શાવે છે. જોકે, આ મેડલ ગ્રાફ ઘટવા પાછળ કોઈ ખેલાડીઓની નબળી તૈયારી નહીં, પરંતુ આયોજન અને રમતોની પસંદગી સાથે જોડાયેલી ગંભીર મજબૂરીઓ જવાબદાર હતી.

સતત છ વખતથી ૫૦થી વધુ મેડલ જીતતી ભારતીય ટીમ આ વખતે ગ્લાસગોમાં માત્ર ૩૯ મેડલ (૧૩ ગોલ્ડ, ૧૭ સિલ્વર અને ૯ બ્રોન્ઝ) સુધી જ સીમિત રહી ગઈ હતી. આ વખતે ભારતીય રમતવીરોએ સૌથી વધુ મેડલ એથ્લેટિક્સમાં મેળવ્યા હતા, જ્યારે બોક્સિંગ બીજા અને વેઇટલિફ્ટિંગ ત્રીજા સ્થાને રહ્યું હતું. ભારતીય બોક્સરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ૭ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો.

ગ્લાસગો પાસે આયોજન અને માળખાકીય સુવિધાઓ  ઊભી કરવા માટે સમય બહુ ઓછો હતો. આ મજબૂરીના કારણે કુશ્તી, બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને હોકી જેવી રમતોને આ વખતની ગેમ્સમાંથી હટાવી દેવામાં આવી હતી. આ બધી એ જ રમતો છે જેમાં ભારતનો દબાવ સૌથી વધુ રહે છે અને દેશ હંમેશાં સૌથી વધુ મેડલ આ જ ક્ષેત્રોમાંથી જીતીને લાવતો હતો. અગાઉ ૨૦૨૨ની બર્મિંગહામ ગેમ્સમાં જ એકલા ભારતે કુશ્તીમાં ૧૨, ટેબલ ટેનિસમાં ૭, બેડમિન્ટનમાં ૬ અને હોકીમાં ૨ મેડલ જીત્યા હતા. રમત જગતના નિષ્ણાતોના મતે, જો આ પરંપરાગત રમતો રદ ન થઈ હોત, તો ભારતે આ વખતે પણ સરળતાથી ૭૦ કે તેથી વધુ મેડલ જીતીને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખ્યું હોત.


છેલ્લી છ ઇવેન્ટમાં ભારતના મેડલની સ્થિતિ

વર્ષ 2002ના માન્ચેસ્ટર કોમનવેલ્થ ગેમ્સથી લઈને અત્યાર સુધી ભારતે દરેક વખતે 50 કે તેથી વધુ મેડલ જીતવાનો શાનદાર સિલસિલો જાળવી રાખ્યો હતો
* ૨૦૦૨ (માન્ચેસ્ટર): ૬૯ મેડલ
* ૨૦૦૬ (મેલબોર્ન): ૫૦ મેડલ
* ૨૦૧૦ (નવી દિલ્હી): ૧૦૧ મેડલ
* ૨૦૧૪ (ગ્લાસગો): ૬૪ મેડલ
* ૨૦૧૮ (ગોલ્ડ કોસ્ટ): ૬૬ મેડલ
* ૨૦૨૨ (બર્મિંગહામ): ૬૦ મેડલ
 



મેડલની સંખ્યા ઘટવાનું મુખ્ય કારણ

મેડલની સંખ્યા ઘટીને ૩૯ થવા પાછળનું સૌથી મોટું કારણ આયોજન સંબંધિત આર્થિક કટોકટી અને મજબૂરી હતી. મૂળ આયોજન મુજબ વર્ષ ૨૦૨૬ની કોમનવેલ્થ ગેમ્સ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં યોજાવાની હતી. પરંતુ વર્ષ ૨૦૨૩માં આયોજનનો કુલ ખર્ચ વધીને ૬ થી ૭ બિલિયન ડલર સુધી પહોંચી જતાં, વિક્ટોરિયા સરકારે આર્થિક ભારણના કારણે યજમાની પાછી ખેંચી લીધી હતી. લાંબા સમય સુધી કોઈ નવો યજમાન આગળ ન આવતા આખરે ૨૦૨૪માં ગ્લાસગો દ્વારા આ રમતોના સંચાલનની જવાબદારી સ્વીકારવામાં આવી હતી.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ