ભારત–ન્યુઝીલેન્ડ મેચ માટે ખંઢેરી સ્ટેડિયમમાં 700 પોલીસ, 400 હોમગાર્ડ-TRB સાથે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો, સ્ટેડિયમ પોલીસ છાવણીમાં ફેરવાશે

ભારત–ન્યુઝીલેન્ડ મેચ માટે ખંઢેરી સ્ટેડિયમમાં 700 પોલીસ, 400 હોમગાર્ડ-TRB સાથે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો, સ્ટેડિયમ પોલીસ છાવણીમાં ફેરવાશે

આગામી તા.14 જાન્યુઆરી, મકરસંક્રાંતિના દિવસે જામનગર રોડ પર આવેલા ખંઢેરી નજીકના નીરંજન શાહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ડે-નાઈટ વન-ડે ક્રિકેટ મેચ રમાનાર છે. આ હાઈપ્રોફાઇલ મુકાબલાને ધ્યાનમાં રાખીને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સ્ટેડિયમની અંદર અને બહાર મળી કુલ 700થી વધુ પોલીસ જવાનો તેમજ 400થી વધુ હોમગાર્ડ અને TRB જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેચ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષાના તમામ પગલાં લેવામાં આવ્યા છે.

રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ મેચને લઈને સંપૂર્ણ સુરક્ષા રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોમાં પોલીસની સતત પેટ્રોલિંગ રહેશે.

દર વખત મેચ દરમિયાન જામનગર રોડ પર કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાતો હોવાના અનુભવને ધ્યાનમાં રાખીને આ વખતે વિશેષ ટ્રાફિક એકશન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. મેચ જોવા આવનાર પ્રેક્ષકો જો રસ્તા પર ક્યાંય પણ વાહન પાર્ક કરશે તો તે વાહનને પોલીસ દ્વારા લોક, ડિટેઇન અથવા ટોઇંગ કરવામાં આવશે.

ખાસ કરીને ફોર વ્હીલ વાહનચાલકોને તાકીદ કરવામાં આવી છે કે તેઓ માત્ર નિર્ધારિત પાર્કિંગમાં જ વાહન પાર્ક કરે. હોટલ સંચાલકોને પણ સૂચના આપવામાં આવી છે કે જો તેમના હોટલના પાર્કિંગ વિસ્તાર સિવાય રોડ પર વાહન પાર્ક થયેલ જણાશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મકરસંક્રાંતિની જાહેર રજાને કારણે ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ બેવડાયો છે અને સ્ટેડિયમ સંપૂર્ણ ભરાઈ જવાની સંભાવના છે. દેશભરના વિવિધ વિસ્તારોમાંથી હજારો ક્રિકેટ ચાહકો રાજકોટ પહોંચવાના હોવાથી સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ઢીલ ન રહે તે માટે વિશેષ કાળજી લેવામાં આવી છે.

મેચ દરમિયાન સ્ટેડિયમની અંદર અને બહાર એલસીબી, એસઓજી, ઘોડેસ્વાર પોલીસ, બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ તેમજ સીસીટીવી સર્વેલન્સ ટીમ તહેનાત રહેશે. ખેલાડીઓ માટે પણ વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સ્ટેડિયમમાં પ્રવેશ માટે તમામ ગેટ પર ડોરફ્રેમ મેટલ ડિટેક્ટર અને હેન્ડહેલ્ડ મેટલ ડિટેક્ટર દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવશે. પ્રતિબંધિત વસ્તુઓ સાથે પ્રવેશ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે. ઉપરાંત મેચ દરમિયાન ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

પોલીસ તંત્ર દ્વારા તમામ પ્રેક્ષકોને સહકાર આપવા અને નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે, જેથી મેચ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થઈ શકે.
 
You may also like

ઠંડીનો બોકાસો: સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડી યથાવત, અમરેલી 6 ડિગ્રી સૌથી ઠંડું, ગિરનાર 3 ડિગ્રી સુધી પારો ગગડ્યો

ઠંડીનો બોકાસો: સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડી યથાવત, અમરેલી 6 ડિગ્રી સૌથી ઠંડું, ગિરનાર 3 ડિગ્રી સુધી પારો ગગડ્યો

સોના–ચાંદીમાં મહારેકોર્ડ તેજી, લગ્નસીઝન પહેલાં ભાવ ઓલટાઇમ હાઈ, ભારત સહિત વિશ્વભરમાં ગોલ્ડ–સિલ્વર ઉછાળો

સોના–ચાંદીમાં મહારેકોર્ડ તેજી, લગ્નસીઝન પહેલાં ભાવ ઓલટાઇમ હાઈ, ભારત સહિત વિશ્વભરમાં ગોલ્ડ–સિલ્વર ઉછાળો

જીતુભાઈ ગોટેચા - અવનવા વિચારો અને ઘટનાઓના સર્જક

જીતુભાઈ ગોટેચા - અવનવા વિચારો અને ઘટનાઓના સર્જક

અમિત શાહ, CM–DCMએ પતંગ ચગાવી ઉજવી ઉત્તરાયણ, ગૌપૂજન અને પરિવાર સાથે સંસ્કૃતિનો સંદેશ, અમદાવાદમાં ઉત્સવ

અમિત શાહ, CM–DCMએ પતંગ ચગાવી ઉજવી ઉત્તરાયણ, ગૌપૂજન અને પરિવાર સાથે સંસ્કૃતિનો સંદેશ, અમદાવાદમાં ઉત્સવ