ગુજરાતમાં મતદાર યાદી સુધારણાની વિશાળ ઝુંબેશ: 2.17 કરોડ નાગરિકોનું મેપિંગ અને 3.90 કરોડ ફોર્મનું વિતરણ પૂર્ણ

ગુજરાતમાં મતદાર યાદી સુધારણાની વિશાળ ઝુંબેશ: 2.17 કરોડ નાગરિકોનું મેપિંગ અને 3.90 કરોડ ફોર્મનું વિતરણ પૂર્ણ

ગાંધીનગર : સમગ્ર ગુજરાતમાં મતદાર યાદી સુધારણાની વિશાળ ઝુંબેશ સફળતાપૂર્વક ચાલી રહી છે. આ ખાસ સઘન ઝુંબેશમાં રાજ્યભરના તમામ જિલ્લાઓમાં મતદાર યાદીનો મહત્ત્વપૂર્ણ સુધારણા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ગણતરી (એન્યુમરેશન)નો તબક્કો 4 ડિસેમ્બર સુધી ચાલશે, અને આ કામગીરી ગુજરાતના મુખ્ય નિયંત્રણ અધિકારી હારીત શુક્લા તથા CEO કચેરીની માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી રહી છે.

મતદાર યાદી સુધારણામાં બૂથ લેવલ ઓફિસર (BLO) મુખ્ય કડી તરીકે કાર્યરત છે. BLOનું મુખ્ય કાર્ય મતદારોને તેમના નામ અને સંબંધીઓના નામ સાથે ફોર્મ મેચ/લિંક કરવામાં મદદ કરવી, નવા મતદારોને નામ ઉમેરવા અંગે માર્ગદર્શન આપવું અને ફ્લેટ/ઘરના દરવાજે દરવાજે જઈને માહિતી આપવી છે. BLO માટે ફાળવવામાં આવેલા વિસ્તારમાં તેઓ ત્રણ વખત મુલાકાત લેતા હોવાનું જાણવા મળે છે.

હાલ રાજ્યમાં કુલ 50,963 BLO ખંતપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. રાજ્યની અદ્યતન મતદાર યાદી મુજબ કુલ 5.08 કરોડ મતદારો નોંધાયેલા છે. આ દરમ્યાન 2.17 કરોડથી વધુ નાગરિકોનું મેપિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે, અને 3.90 કરોડ ગણતરી ફોર્મનું વિતરણ પણ સફળતાપૂર્વક થઈ ચૂક્યું છે. મેપિંગમાં રૂબરૂ મુલાકાત, મોબાઈલ એપ્લિકેશન અને ઓનલાઈન ડેટાબેઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ કામગીરી BLOના મહેનત અને પ્રતિબદ્ધતા વિના શક્ય ન હતી. BLO ખરેખર ભારતના ચૂંટણીપંચના ધ્વજવાહક તરીકે કામ કરી રહ્યા છે અને રાજ્યમાં મતદાર યાદીની સઘન સુધારણા માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.

આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ મતદારોની સૂચિ અપડેટ કરવી, નવા મતદારોને યાદીમાં ઉમેરવી અને ચૂંટણીમાં પારદર્શિતા તથા શ્રેષ્ઠ વ્યવસ્થાને સુનિશ્ચિત કરવી છે.

You may also like

ઉત્તરાખંડમાં 54 બેઠકો સાથે ભાજપની સરકાર બની શકે છે: મીડિયા સર્વેમાં દાવો

ઉત્તરાખંડમાં 54 બેઠકો સાથે ભાજપની સરકાર બની શકે છે: મીડિયા સર્વેમાં દાવો

ગુજરાત વિધાનસભા અને શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર બે શખ્સો ઝારખંડથી ઝડપાયા

ગુજરાત વિધાનસભા અને શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર બે શખ્સો ઝારખંડથી ઝડપાયા

ગુજરાતમાં ભાદરવો ભરપૂર: 240 તાલુકામાં મેઘ મહેર

ગુજરાતમાં ભાદરવો ભરપૂર: 240 તાલુકામાં મેઘ મહેર

ઓસ્ટ્રેલિયામાં ભારતીય છાત્રોની 40 ટકા વિઝા અરજી નામંજૂર

ઓસ્ટ્રેલિયામાં ભારતીય છાત્રોની 40 ટકા વિઝા અરજી નામંજૂર