ઉત્તરાખંડમાં 54 બેઠકો સાથે ભાજપની સરકાર બની શકે છે: મીડિયા સર્વેમાં દાવો

ઉત્તરાખંડમાં 54 બેઠકો સાથે ભાજપની સરકાર બની શકે છે: મીડિયા સર્વેમાં દાવો

દેહરાદૂન,

ઉત્તરાખંડમાં એક મીડિયા સંસ્થા દ્વારા કરવામાં આવેલા તાજેતરના સર્વેમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારને જનતાનું મજબૂત સમર્થન મળતું હોવાનું સામે આવ્યું છે. જો વર્તમાન જનમત ચૂંટણી પરિણામોમાં પરિવર્તિત થાય તો 70 સભ્યોની વિધાનસભામાં ભાજપને 54 બેઠકો મળી શકે છે. 

મહિલાઓને આરક્ષણ આપવાના મુદ્દે મુખ્યમંત્રી ધામીના નિર્ણયને સર્વેમાં 88 ટકા લોકોએ સંપૂર્ણ સમર્થન આપ્યું છે. ઉત્તરાખંડની દેવભૂમિ તરીકેની ઓળખ અને મૂળ સ્વરૂપ જાળવવાના પ્રયાસો મુદ્દે 70 ટકા લોકોએ ધામી સરકારના પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. સર્વેમાં બનિયા-કાયસ્થ વર્ગમાં 57.3 ટકા, ઓબીસીમાં 50.6 ટકા, પંજાબી-શીખ સમુદાયમાં 49.7 ટકા, બ્રાહ્મણોમાં 46.3 ટકા, રાજપૂત વર્ગમાં 46.1 ટકા અને અનુસૂચિત જાતિમાં 45.3 ટકા લોકોએ ધામીના નેતૃત્વને સમર્થન આપ્યું છે.

ઉંમર પ્રમાણેના સર્વેમાં 18થી 25 વર્ષની વયના 37.8 ટકા, 26થી 35 વર્ષના 43 ટકા, 36થી 50 વર્ષના 46.8 ટકા, 51થી 60 વર્ષના 50.3 ટકા અને 60 વર્ષથી વધુ ઉંમરના 51.8 ટકા લોકોએ ધામીના નેતૃત્વને સમર્થન આપ્યું છે. 2027ની ચૂંટણી પહેલાં 54 બેઠકોનું અનુમાન ભાજપ માટે ચોક્કસપણે સકારાત્મક રાજકીય સંકેત માનવામાં આવી રહ્યું છે.

You may also like

વિમલની જાહેરાત સામેની નોટિસ માત્ર ‘ઢોંગ’: અજય દેવગણે નોટિસ બોમ્બે હાઈકોર્ટમાં પડકારી

વિમલની જાહેરાત સામેની નોટિસ માત્ર ‘ઢોંગ’: અજય દેવગણે નોટિસ બોમ્બે હાઈકોર્ટમાં પડકારી

રામાયણ: પાર્ટ વનનું વર્લ્ડવાઈડ એડવાન્સ બુકિંગ ₹100 કરોડને પાર

રામાયણ: પાર્ટ વનનું વર્લ્ડવાઈડ એડવાન્સ બુકિંગ ₹100 કરોડને પાર

હોટેલ સરાઝાના મેનેજરની પૂછપરછ બાદ CCTV અને DVR જપ્ત, માલિકની પૂછપરછની તૈયારી

હોટેલ સરાઝાના મેનેજરની પૂછપરછ બાદ CCTV અને DVR જપ્ત, માલિકની પૂછપરછની તૈયારી

દિવાળી ટાણે ખાનગી ટ્રાવેલ્સમાં 500 રૂપિયાની ટિકિટના 1200 વસૂલાતા ભારે હોબાળો

દિવાળી ટાણે ખાનગી ટ્રાવેલ્સમાં 500 રૂપિયાની ટિકિટના 1200 વસૂલાતા ભારે હોબાળો