જુનાગઢ મુકિત દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પ્રભારી મુકેશ દાસાણી દ્વારા સન્માન

જુનાગઢ મુકિત દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પ્રભારી મુકેશ દાસાણી દ્વારા સન્માન

જુનાગઢમાં તાજેતરમાં જુનાગઢ મુકિત દિવસની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જામનગર શહેર પૂર્વ ભાજપ પ્રમુખ તથા જુનાગઢના ભાજપ પ્રભારી મુકેશભાઇ દાસાણીએ મુખ્યમંત્રીનું આત્મિય સ્વાગત અને સન્માન કર્યું હતું.

મુકેશ દાસાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) અર્પણ કર્યું હતું. આ સાથે જુનાગઢ શહેર ભાજપ અધ્યક્ષ, મેયર, સાંસદ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જુનાગઢના આગામી વિકાસ કાર્યો, પર્યટન પ્રોત્સાહન અને શહેરી સુવિધાઓના વિસ્તરણ અંગે વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન આપ્યું હતું.

જુનાગઢ મુકિત દિવસના આ અવસરે મુખ્યમંત્રીએ શહેરની જનતા અને ભાજપ કાર્યકરોના ઉત્સાહની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સૌના સહયોગથી જુનાગઢના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

You may also like

વાસ્તુશાસ્ત્ર મુજબ ઇમારત આસપાસના રસ્તાઓની દિશા અને સંખ્યા પ્રગતિ, સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિને અસર કરે છે

વાસ્તુશાસ્ત્ર મુજબ ઇમારત આસપાસના રસ્તાઓની દિશા અને સંખ્યા પ્રગતિ, સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિને અસર કરે છે

દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેનું લોકાર્પણ: PM મોદીએ એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોર દેશને સમર્પિત કર્યો

દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેનું લોકાર્પણ: PM મોદીએ એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોર દેશને સમર્પિત કર્યો

રસોઈ ટિપ્સ: 'ઇન્સ્ટન્ટ' કાચી કેરીની ચટણી બનાવવાની સૌથી સરળ રીત, મિનિટોમાં કરો તૈયાર

રસોઈ ટિપ્સ: 'ઇન્સ્ટન્ટ' કાચી કેરીની ચટણી બનાવવાની સૌથી સરળ રીત, મિનિટોમાં કરો તૈયાર

ગુજરાતમાં ગરમી વચ્ચે ફરી માવઠાની આગાહી: અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા

ગુજરાતમાં ગરમી વચ્ચે ફરી માવઠાની આગાહી: અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા