બોલિવૂડ અભિનેતા ગોવિંદાની તબિયત બગડી, ઘરમાં બેભાન થતાં હોસ્પિટલમાં દાખલ

બોલિવૂડ અભિનેતા ગોવિંદાની તબિયત બગડી, ઘરમાં બેભાન થતાં હોસ્પિટલમાં દાખલ

મુંબઈ : બોલિવૂડના લોકપ્રિય અભિનેતા ગોવિંદાની તબિયત અંગે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મંગળવારે રાત્રે તેઓ પોતાના ઘરે અચાનક બેભાન થઈ ગયા હતા, જેના બાદ પરિવારજનોએ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગોવિંદાના વકીલ અને મિત્ર લલિત બિંદલેએ આ માહિતીની પુષ્ટિ કરી છે.

તેમના જણાવ્યા મુજબ, ગોવિંદાની તબિયત લથડતાં તેમને ઇમરજન્સી રૂમમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેમની તબિયત સ્થિર છે અને તેઓ ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે. ડૉક્ટરોએ તેમના વિવિધ મેડિકલ ટેસ્ટ કર્યા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

સૂત્રો મુજબ, ગોવિંદાને મંગળવારની રાત્રે 1 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનો તથા ચાહકો તેમની ઝડપભરી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

રસપ્રદ વાત એ છે કે, ગોવિંદા એક દિવસ પહેલા જ દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને મળવા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ ગયા હતા. ધર્મેન્દ્રની હાલ ચાલી રહેલી સારવાર દરમિયાન હોસ્પિટલની બહારથી ગોવિંદાનો વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તેઓ પોતે ગાડી ચલાવીને હોસ્પિટલ જતા અને ભાવુક દેખાતા જોવા મળ્યા હતા.

હાલ ગોવિંદાની તબિયત સુધરતી દિશામાં છે, તેમ છતાં ડૉક્ટરોએ તેમને વિશ્વામ લેવાની સલાહ આપી છે. ચાહકો સોશિયલ મીડિયા પર સતત તેમના સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ