શેરબજારમાં તેજીની હેટ્રિક: સેન્સેક્સમાં 750 પોઈન્ટનો ઉછાળો, રોકાણકારોમાં ખુશીની લહેર

શેરબજારમાં તેજીની હેટ્રિક: સેન્સેક્સમાં 750 પોઈન્ટનો ઉછાળો, રોકાણકારોમાં ખુશીની લહેર

મુંબઈ શેરબજારમાં આજે તેજીની હેટ્રિક જોવા મળી હતી. સતત ત્રીજા દિવસે બજારમાં ઓલરાઉન્ડ લેવાલીના માહોલ વચ્ચે સેન્સેક્સમાં 750 પોઈન્ટથી વધુનો જોરદાર ઉછાળો નોંધાયો હતો. માર્કેટ કેપ 473.77 લાખ કરોડ સુધી પહોંચતા રોકાણકારોના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા.

આ તેજી પાછળ બે મુખ્ય કારણો રહ્યા — અમેરિકા અને ભારત વચ્ચેના ટેરિફ વોરના સમાધાન તરફ વધતા સંકેતો તથા બિહાર વિધાનસભા ચૂંટણીના એકઝીટ પોલમાં એનડીએને મળેલી અનુકૂળ સ્થિતિ. આ બંને પરિબળોએ રોકાણકારોના વિશ્વાસમાં વધારો કર્યો હતો.

નવી લીસ્ટેડ કંપની ‘ગ્રો’ એ પણ ઈન્વેસ્ટરોને સારી કમાણી કરાવી. દિવસ દરમિયાન ઈન્ફોસિસ, રિલાયન્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, બાયોકોન, મેકસ ફાઈનાન્સીયલ, સુઝલોન, વોડાફોન આઈડિયા અને યસ બેંક જેવા શેરોમાં મજબૂત લેવાલી જોવા મળી હતી.

ટોરન્ટ પાવર, હિન્દ એરોનોટિક્સ અને પ્રેસ્ટીજ એસ્ટેટ્સ જેવા કેટલાક શેરોમાં નફા વસુલાતના કારણે થોડી નબળાઈ રહી હતી.

બજારના અંતે સેન્સેક્સ 631 પોઈન્ટના ઉછાળાથી 84,503 પર બંધ રહ્યો, જ્યારે નિફટી 193 પોઈન્ટ વધીને 25,887 પર સ્થિર રહ્યો. સેન્સેક્સે દિવસ દરમિયાન 84,652 નો ઉચ્ચતમ અને 84,166 નો નીચતમ સ્તર સ્પર્શ્યો હતો.

બજાર વિશ્લેષકોના જણાવ્યા મુજબ, જો અમેરિકા સાથે ટ્રેડ ડીલ સફળ થશે અને ટેરિફ વોરનો અંત આવશે, તો ભારતીય અર્થતંત્રને મોટો ફાયદો થઈ શકે છે. આથી આવતા દિવસોમાં પણ બજારમાં તેજીનું વલણ જળવાઈ રહેવાની શક્યતા છે.

You may also like

G7 સમિટમાં મોદી-મેલોનીની કેમિસ્ટ્રી, આપણે ઇન્સ્ટાગ્રામના સૌથી ફેમસ કપલ છીએ:  ઇટલીના પીએમ મેલોની

G7 સમિટમાં મોદી-મેલોનીની કેમિસ્ટ્રી, આપણે ઇન્સ્ટાગ્રામના સૌથી ફેમસ કપલ છીએ: ઇટલીના પીએમ મેલોની

ભક્તિનગર સર્કલ પાસે એસ.ટી.ની ઈલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી, ઝાડની ડાળીથી ચેતવણી

ભક્તિનગર સર્કલ પાસે એસ.ટી.ની ઈલેક્ટ્રિક બસમાં ટેકનિકલ ખામી, ઝાડની ડાળીથી ચેતવણી

રાજુલામાં ચોરીની ઘટનામાં રાજકોટના શખ્સ સહિત ત્રણ ઝડપાયા

રાજુલામાં ચોરીની ઘટનામાં રાજકોટના શખ્સ સહિત ત્રણ ઝડપાયા

અયોધ્યા રામ મંદિરમાં કરોડોની ચોરીનો પર્દાફાશ, 40 દાન પેટીઓ અને કિંમતી વસ્તુઓ પર હાથ સાફ કરનારા 42થી વધુ કર્મચારીઓની તપાસ

અયોધ્યા રામ મંદિરમાં કરોડોની ચોરીનો પર્દાફાશ, 40 દાન પેટીઓ અને કિંમતી વસ્તુઓ પર હાથ સાફ કરનારા 42થી વધુ કર્મચારીઓની તપાસ