જામનગરના રણમલ તળાવમાં ફૂલ પધરાવવા ગયેલા યુવાનનું દુર્ઘટનાગ્રસ્ત મોત

જામનગરના રણમલ તળાવમાં ફૂલ પધરાવવા ગયેલા યુવાનનું દુર્ઘટનાગ્રસ્ત મોત

જામનગર શહેરમાં એક દુઃખદ બનાવ સામે આવ્યો છે, જ્યાં રણમલ તળાવમાં ફૂલ પધરાવવા ગયેલા યુવાનનું પાણીમાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે.

માહિતી મુજબ, જામનગરના હનુમાન ટેકરી નજીકના કામળિયા વાસ વિસ્તારમાં રહેતા યુવક (ઉંમર 40) તા. 10મીના રોજ પોતાના ઘરનાં મંદિરનો પૂજાપાનો સામાન રણમલ તળાવમાં પધરાવવા ગયા હતા. આ દરમિયાન અચાનક પગ લપસી જતાં તેઓ પાણીમાં પડી ગયા હતા અને બહાર આવી શક્યા ન હતા. પરિણામે તેમનું સ્થળ પર જ ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.

ઘટના બાદ મૃતકની પત્નીએ તરત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં સીટી એ-ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલ ખસેડાયો હતો.

પોલીસ દ્વારા સમગ્ર બનાવને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવાર પર અચાનક આ ઘટનાથી શોકનો માહોલ છવાઈ ગયો છે.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ