રાજકોટમાં રાજસ્થાનથી આવેલા 10.99 લાખના દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

રાજકોટમાં રાજસ્થાનથી આવેલા 10.99 લાખના દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

80 ફૂટ રોડ પર દારૂનું કટિંગ થાય તે પહેલાં જ પીસીબી ત્રાટકી: મુખ્ય આરોપી ફરાર

રાજકોટ,
રાજકોટના 80 ફૂટ રોડ વિસ્તારમાં દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ થયો છે. રાજસ્થાનથી કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવેલા એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. મળતી માહિતી મુજબ, આ જથ્થો ચુનારાવાડના વિજય નામના શખ્સને પહોંચાડવાનો હતો, પરંતુ તે પહેલાં જ પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડી આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો.

પીસીબી (PCB) પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે 80 ફૂટ રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પાછળની શેરીમાં દારૂનું કટિંગ થવાનું છે. આ બાતમીને આધારે પીસીબી પીઆઈ એમ. આર. ગોંડલીયા, પીએસઆઈ પી. બી. ત્રાજીયા, પીએસઆઈ આર. કે. જાડેજા અને તેમની ટીમે સમયસૂચકતા વાપરી સ્થળ પર દરોડો પાડ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂપિયા ૫.૯૯ લાખની કિંમતનો દારૂ અને અન્ય સામગ્રી મળીને કુલ 10.99 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂનો આ જથ્થો મંગાવનાર ચુનારાવાડના વિજય નામના શખ્સની હાલ પોલીસ શોધખોળ કરી રહી છે. આ ઘટનાએ શહેરમાં દારૂની હેરાફેરીના નેટવર્ક અંગે ગંભીર ચર્ચાઓ જગાવી છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!