સુરતમાં સાયકલ ચોર્યાના બીજા જ દિવસે મહિલાએ પાછી મૂકી કેમેરા સામે માફી માંગી

સુરતમાં સાયકલ ચોર્યાના બીજા જ દિવસે મહિલાએ પાછી મૂકી કેમેરા સામે માફી માંગી

સાયકલ ચોરી કર્યા બાદ કેમ પરત કરી? તે રહસ્ય અકબંધ

સુરત

શહેરના સલાબતપુરા વિસ્તારમાં ચોરીનો એક અત્યંત અનોખો અને ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે ચોરી કર્યા બાદ ચોર ફરાર થઈ જતા હોય છે, પરંતુ અહીં એક મહિલાએ સાયકલ ચોર્યાના બીજા જ દિવસે તે જ સ્થળે સાયકલ પાછી મૂકીને પોતાની ભૂલનો અહેસાસ કર્યો હોય તેમ માફી માંગી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

સલાબતપુરા વિસ્તારમાંથી એક મહિલાએ સાયકલની ચોરી કરી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જોકે, ચોરી કર્યાના બીજા જ દિવસે આ મહિલા ફરી તે જ જગ્યાએ આવી પહોંચી હતી અને ચોરી કરેલી સાયકલ જેવી જ હાલતમાં પાછી મૂકી દીધી હતી. સાયકલ પરત મૂક્યા બાદ મહિલાએ સીસીટીવી કેમેરા તરફ જોઈને હાથ જોડ્યા હતા, જાણે તે પોતાની આ હરકત બદલ માફી માંગી રહી હોય.

આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. લોકોમાં એવી ચર્ચા જાગી છે કે, કયા કારણોસર મહિલાએ સાયકલ ચોરી હશે અને બીજા જ દિવસે તેને પરત મૂકવાની અને માફી માંગવાની શું જરૂર પડી હશે? શું તે કોઈ મજબૂરીમાં આ પગલું ભરી રહી હતી કે પછી તેને પોતાની ભૂલનો પસ્તાવો થયો હતો? તેવા અનેક તર્ક-વિતર્ક લોકો લગાવી રહ્યા છે.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ