વેનેઝુએલામાં ભૂકંપથી ૨૩૫ના મોત, 39 હજાર લોકો ગુમ Jun 26, 2026 નવી દિલ્હી ,બચાવ કામગીરી પુરજોશમાં: કાટમાળ નીચે ફસાયેલા લોકો માટે રેસ્ક્યુ ઓપરેશનમાં અનેક અવરોધોવેનેઝુએલામાં કુદરતી આફતે ભારે કાળો કેર વર્તાવ્યો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, દેશમાં ૭.૨ અને ૭.૫ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે જનજીવન વેરવિખેર થઈ ગયું છે. આ વિનાશક ભૂકંપના પગલે અત્યાર સુધીમાં ૨૩૫ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે ૧,૫૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે.ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે અનેક ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે. હજુ પણ 200થી વધુ લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે, જેમને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનામાં ૩૯,૦૦૦થી વધુ લોકો ગુમ હોવાનું નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સ્થિતિની ગંભીરતાને જોતા અનેક આંતરરાષ્ટ્રીય દેશોએ વેનેઝુએલાને માનવીય સહાય મોકલવાની તૈયારીઓ શરૂ કરી છે. હાલમાં બચાવ ટુકડીઓ કાટમાળમાં ફસાયેલા લોકોનો જીવ બચાવવા માટે સતત કામ કરી રહી છે.બુધવાર સાંજે 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપમાં અત્યારસુધી 235 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 1,500 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે 200થી વધારે લોકો કાટમાળ નીચે ફસાયા છે. 39 હજારથી વધારે લોકો ગુમ હોવાની આશંકા છે. આ છેલ્લા 126 વર્ષમાં વેનેઝુએલામાં સૌથી મોટો ભૂકંપમાંથી એક છે. જેના ઝટકા બ્રાઝીલના એમેઝોન વિસ્તારસુધી મહેસસ થયા હતા.ગુરુવાર સવારથી લોકો પોતાના ગુમ થયેલા પરિવારના લોકોને શોધવા માટે કાટમાળ દુર કરતા જોવા મળ્યા હતા. બચાવ દળ પણ સતત કાર્ય કરી રહ્યું છે. અનેક ઇજાગ્રસ્તો ધૂળ અને લોહીથી લથપથ હાલતમાં કાટમાળમાંથી બહાર નીકાળવામાં આવ્યા છે. જેમાં બાળકો અને પાલતું જાનવર પણ સામેલ છે. સરકારી ટીવીએ એક મહિલાનું રેસ્ક્યૂ પણ દેખાડ્યું હતું. જે સીમેન્ટના સ્લેબ નીચે ફસાયા હતા. પરંતુ રાજધાની કરકસની બહાર અનેક વિસ્તારમાં સરકારીસૌથી વધારે નુકસાન લા ગુએરા તટીય વિસ્તારમાં થયું છે. અહીં અનેક ઇમારતો નાશ પામી છે. દેશના મુખ્ય ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ આ વિસ્તારમાં છે. જેને નુકસાન પહોંચ્યા બાદ બંધ કરી દેવામાં આવ્યું હતું. જેનાથી રાહત સામગ્રી પહોંચાડવી મુશ્કેલ થઈ રહી છે. કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે લા ગુએરાને આપત્તિજનક વિસ્તાર જાહેર કર્યો છે.ભૂકંપ પછી અનેક વિસ્તારમાં વીજળી, મોબાઈલ નેટવર્ક, મેટ્રો સેવા અને ગેસ સપ્લાય બંધ કરવામાં આવી છે. શાળાઓમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. સલામત સ્થળોથી રાહત શિબિર અને સહાયતા કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે. લોકો પોતાના ગુમ થયેલા પરિવારના ફોટાના પોસ્ટર લગાવી રહ્યા છે અને વિદેશમાં રહેતા વેનેઝુએલાના લોકો પણ પોતાના પરિવારના સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. Next Post