રાજકોટમાં ફૂડ વિભાગનો સપાટો: ૬૩૬ કિલો ગંધાતા પનીરનો નાશ, ત્રણ પેઢી સીલ

રાજકોટમાં ફૂડ વિભાગનો સપાટો: ૬૩૬ કિલો ગંધાતા પનીરનો નાશ, ત્રણ પેઢી સીલ

રાજકોટ,

સ્વાસ્થ્ય સાથે ખિલવાડ ક્યારે બંધ થશે?

રાજકોટમાં અખાદ્ય અને ભેળસેળયુક્ત પનીરના વેચાણ સામે તંત્ર લાલઘૂમ થયું છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ આક્રમક કાર્યવાહીથી શહેરના ભેળસેળખોર વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યચીજોની ગુણવત્તા ચકાસવા માટે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બજારમાં વેચાતા પનીરના નમૂનાઓની તપાસ કરતા ચોંકાવનારા પરિણામો સામે આવ્યા હતા. ફૂડ વિભાગના અધિકારીઓને સ્થળ પરથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ અને અખાદ્ય પનીર મળી આવ્યું હતું. તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને કુલ ૬૩૬ કિલો અખાદ્ય પનીરના જથ્થાને જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો, જેથી તે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન કરે.

જનતાના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી રહેલા વેપારીઓ સામે કડક પગલાં લેતા ફૂડ વિભાગે નિયમોનું ઉલ્લંઘન કરનાર શહેરની ત્રણ ખાદ્ય પેઢીઓને તાત્કાલિક અસરથી સીલ કરી દીધી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પનીરના નમૂનાઓમાં ભેળસેળ સાબિત થતાં અને સ્થળ પર સ્વચ્છતાના અભાવે આ કાર્યવાહી કરવામાં આવી છે. મનપાના આ સપાટાથી શહેરના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. તંત્રે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ અવિરત ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ ત્રણ પેઢી સીલ કરાઈ

1) Fortune મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ 
લાતી પ્લોટ શેરી નંબર 4 ,
-પનીર લુઝ સેમ્પલ
-5000 દંડ

2) શ્રીરામ ડેરી 
સોમનાથ 3, શેરી નંબર 1, 150 ફૂટ રીંગ રોડ
-મલાઈ સેમ્પલ 
-પનીર સેમ્પલ 
-5 000દંડ 
-500 kg ફૂગ વાળી મલાઈ નાશ

3) શ્યામ ડેરી પ્રોડક્ટ 
વિવેકાનંદ નગર શેરી નંબર 9, કોઠારીયા મેઇન રોડ 
-5000 દંડ 
-પનીર એનેલોગ સેમ્પલ
કુલ ચાર ફોર્મલ સેમ્પલ તથા *અંદાજિત કિંમત ₹1,75,000 ની સંગ્રહ કરેલ ફૂગ વાળી 500 કિલોગ્રામ મલાઈ (લુઝ)SWM વાહનમા નાશ કરી
ત્રણેય પેઢીમાં કુલ મળી ₹15,000/= નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.

You may also like

વેનેઝુએલામાં ભૂકંપથી ૨૩૫ના મોત, 39 હજાર લોકો ગુમ

વેનેઝુએલામાં ભૂકંપથી ૨૩૫ના મોત, 39 હજાર લોકો ગુમ

ચૈતર વસાવાને ધારાસભ્ય પદેથી હટાવવા વિધાનસભામાં કાયદાકીય પ્રક્રિયાનો ધમધમાટ

ચૈતર વસાવાને ધારાસભ્ય પદેથી હટાવવા વિધાનસભામાં કાયદાકીય પ્રક્રિયાનો ધમધમાટ

ડિજિટલ ફ્રોડનો ભોગ બનનાર ગ્રાહકોને RBI આપશે રૂ. 25,000 સુધીનું વળતર