રેસકોર્સમાં આજે ભવ્ય આતશબાજી વચ્ચે 60 ફૂટ ઊંચા રાવણનું દહન

રેસકોર્સમાં આજે ભવ્ય આતશબાજી વચ્ચે 60 ફૂટ ઊંચા રાવણનું દહન

રાજકોટ,

તલવારબાજી અને અગ્નિના રોમાંચક દાવ સાથે ભવ્ય વિજયાદશમી મહોત્સવ

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આજે મંગળવારે ૬૦ ફૂટ ઊંચા રાવણના પૂતળા ઉપરાંત ૫૪-૫૪ ફૂટ ઊંચા મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું પણ દહન કરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ  અને બજરંગ દળ દ્વારા યોજાયેલા આ મહોત્સવ પૂર્વે ૨૫ થી ૩૦ જેટલા કારીગરોએ સતત એક મહિના સુધી આથાક મહેનત કરીને આ વિરાટ પૂતળાઓ તૈયાર કર્યા છે. આ ઉજવણી દરમિયાન મંત્રમુગ્ધ કરી દેતી તલવારબાજી, શસ્ત્ર પ્રદર્શન અને આગના સાહસિક રોમાંચક દાવ પ્રદર્શિત કરવામાં આવશે. તદુપરાંત, ભવ્ય આતશબાજી, ધર્મસભા અને શાસ્ત્રોક્ત શસ્ત્રપૂજનનું પણ વિશેષ આયોજન કરાયું છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટી પડનારા શહેરીજનોની સુરક્ષા અને વ્યવસ્થા માટે રાજકોટ પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર બ્રિગેડની ટીમ તૈનાત કરવામાં આવી છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!