બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

મુંબઈ,

વીકેન્ડ કા વાર એપિસોડમાં ઓલિમ્પિક મેડલ વિજેતા બોક્સરનું આક્રમક રૂપ જોવા મળ્યું

વિવાદિત રિયાલિટી શો 'બિગ બોસ ૨૦'માંથી ભારતની પ્રખ્યાત ઓલિમ્પિક મેડલ વિજેતા મહિલા બોક્સર મેરી કોમની સફર હવે પૂરી થઈ ગઈ છે. મુંબઈ સ્થિત બિગ બોસના ઘરમાંથી શોના હોસ્ટ સલમાન ખાનની ગેરહાજરીમાં અસ્થાયી રૂપે હોસ્ટિંગ સંભાળનાર ફિલ્મમેકર રોહિત શેટ્ટી દ્વારા વીકેન્ડ કા વાર એપિસોડમાં મેરી કોમના એવિક્શનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. શો દરમિયાન પોતાની બંને લાઈફલાઈન ગુમાવી દેવા અને ઓછાં વોટ મળવાને કારણે મેરી કોમને ઘરની બહાર જવું પડ્યું હતું.

એવિક્શનની જાહેરાત થતાં જ મેરી કોમનું એકદમ આક્રમક અને રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. શોના કેટલાક સ્પર્ધકો પર નિશાન સાધતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં અમુક પ્રતિયોગીઓને 'ફૂટેજ ભૂખી' ગણાવ્યા હતા અને ઘરમાં પ્રસિદ્ધિ મેળવવા માટે નાટક કરતા હોવાના આક્ષેપો કર્યા હતા.

તેમના આ તીખા તેવર અને નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે.વિદાય વેળાએ અમરાપલી દુબે સહિતના અન્ય ઘરના સભ્યો ભાવુક થઈ ગયા હતા.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!