ગુજરાતમાં અદાણીનો CNG રૂ. 100 ને પાર Nov 05, 2026 અમદાવાદ,માત્ર 14 દિવસમાં બીજો ભાવવધારો ઝીંકાતા વાહનચાલકો પર બોજ વધ્યોદિવાળીના તહેવાર પૂર્વે જ અદાણી ગ્રૂપ દ્વારા CNG ના ભાવમાં માત્ર ૧૪ દિવસના ટૂંકા ગાળામાં જ બીજી વખત તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. આ તાજા વધારા સાથે અમદાવાદ શહેરમાં CNG નો ભાવ હવે રૂ. 100.77 પ્રતિ કિલોની સપાટીને વટાવી ગયો છે. અગાઉ ગત ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ અદાણી દ્વારા એકસાથે રૂ. ૪ થી વધુનો વધારો ઝીંકવામાં આવ્યો હતો, જેના કારણે કિંમત રૂ. ૯૮.૪૭ પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી. ત્યારબાદ હવે ફરીથી પ્રતિ કિલોએ રૂ. ૨.૩૦ નો વધારો કરવામાં આવતા ભાવ સીધા ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૧ ઓગસ્ટના રોજ પણ CNG ના ભાવમાં રૂ. ૪ નો વધારો થયો હતો.આ સતત વધતા ભાવને કારણે વાહનચાલકો અને સામાન્ય મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આગામી સમયમાં રિક્ષા અને ટેક્સીના ભાડામાં પણ વધારો થવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની સીધી અસર જનજીવન પર પડશે. Previous Post Next Post