અમદાવાદમાં લાગુ થઈ નવી ડિમોલિશન પોલિસી: હવે માત્ર દિવસના સમયે જ તોડી શકાશે જર્જરિત બાંધકામો

અમદાવાદમાં લાગુ થઈ નવી ડિમોલિશન પોલિસી: હવે માત્ર દિવસના સમયે જ તોડી શકાશે જર્જરિત બાંધકામો

અમદાવાદ,

બાંધકામ તોડવાના સાત દિવસ અગાઉ તસવીરો અને જરૂરી વિગતો સાથે મનપાને કરવી પડશે જાણ

અમદાવાદ શહેરમાં આવેલાં ૫૦થી ૬૦ વર્ષ જૂનાં જર્જરિત મકાનો અને બાંધકામોને તોડીને નવાં નિર્માણ કરવાની કામગીરી માટે ‘અમદાવાદ સસ્ટેનેબલ ડિમોલિશન પોલિસી-૨૦૨૬’ ઘડી કાઢવામાં આવી છે. આ નવી નીતિના અમલીકરણથી હવે કોઈપણ જૂનું બાંધકામ કે મકાન તોડતા પહેલાં તેનાથી સાત દિવસ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફોટોગ્રાફ્સ અને તમામ જરૂરી વિગતો સાથે લેખિતમાં જાણ કરવી અનિવાર્ય રહેશે. આ ઉપરાંત, ડિમોલિશનની આખી કામગીરી માત્ર દિવસના સમયે જ હાથ ધરી શકાશે અને કાટમાળનો આગામી ૪૮ કલાકની અંદર યોગ્ય નિકાલ કરવાનો રહેશે. અગાઉ આ અંગે કોઈ સ્પષ્ટ અને ચોક્કસ નિયમો ન હોવાને કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામ, આડેધડ દબાણો અને હવાના પ્રદૂષણમાં ભારે વધારો થતો હતો, જે હવે આ નવી પોલિસીથી નિયંત્રિત થશે.

You may also like

રાજસ્થાનના નાગૌરમાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટથી બેના મોત

રાજસ્થાનના નાગૌરમાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટથી બેના મોત

અમદાવાદમાં લાગુ થઈ નવી ડિમોલિશન પોલિસી: હવે માત્ર દિવસના સમયે જ તોડી શકાશે જર્જરિત બાંધકામો

અમદાવાદમાં લાગુ થઈ નવી ડિમોલિશન પોલિસી: હવે માત્ર દિવસના સમયે જ તોડી શકાશે જર્જરિત બાંધકામો

ગુજરાતમાં અદાણીનો CNG રૂ. 100 ને પાર

ગુજરાતમાં અદાણીનો CNG રૂ. 100 ને પાર

રાજકોટના કેનાલ રોડના ખુલ્લા પ્લોટમાં અચાનક ભીષણ આગ ભભૂકી

રાજકોટના કેનાલ રોડના ખુલ્લા પ્લોટમાં અચાનક ભીષણ આગ ભભૂકી