રાજકોટમાં ભારતની હાર બાદ કેપ્ટન શુભમન ગિલનું નિવેદન, વચ્ચેની ઓવરોમાં વિકેટ ન મળવી મુખ્ય કારણ

રાજકોટમાં ભારતની હાર બાદ કેપ્ટન શુભમન ગિલનું નિવેદન, વચ્ચેની ઓવરોમાં વિકેટ ન મળવી મુખ્ય કારણ

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે બુધવારે રમાયેલી બીજી વન-ડે મેચમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટથી શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલનું દર્દ ખુલ્લેઆમ સામે આવ્યું છે. મેચ બાદ ગિલે સ્પષ્ટ શબ્દોમાં હારના કારણો ગણાવ્યા હતા.

પ્રથમ બેટિંગ કરતા ભારતે કે.એલ. રાહુલની અણનમ 112 રનની શાનદાર સેન્ચુરીના આધારે 7 વિકેટે 284 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. જોકે, ન્યૂઝીલેન્ડ સામે આ લક્ષ્યાંક પૂરતો સાબિત થયો નહીં. કિવી ટીમ તરફથી ડેરિલ મિચેલે અણનમ 131 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, જ્યારે વિલ યંગે 87 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 162 રનની ભાગીદારી ભારતની હારનું ટર્નિંગ પોઇન્ટ બની હતી.

મેચ બાદ કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે, “વચ્ચેની ઓવરોમાં અમે વિકેટ લઈ શક્યા નહીં, એ હારનું સૌથી મોટું કારણ બન્યું. જ્યારે પાંચ ફિલ્ડર અંદર હોય અને તમે સતત વિકેટ ન લઈ શકો, ત્યારે મેચ પર કાબૂ રાખવો મુશ્કેલ બની જાય છે.” ગિલે ઉમેર્યું કે, “જો અમે વધુ 15-20 રન બનાવ્યા હોત તો પણ વિકેટ લીધા વગર આ ટાર્ગેટ બચાવવો અઘરો હતો.”

ગિલના જણાવ્યા અનુસાર શરૂઆતના 10 ઓવરમાં ભારતીય બોલિંગ સારી રહી હતી, પરંતુ 20-25 ઓવર બાદ પિચ સંપૂર્ણ રીતે સેટ થઈ ગઈ હતી. આ પછી ન્યૂઝીલેન્ડના બેટર્સે કોઈ ખાસ દબાણ વગર રન બનાવ્યા અને મેચ ભારતના હાથમાંથી નીકળી ગઈ.

ફિલ્ડિંગ અંગે પણ કેપ્ટન ગિલે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, “અમે સતત ફિલ્ડિંગ સુધારવા પર કામ કરી રહ્યા છીએ, પરંતુ જો મેચ દરમિયાન મળતી તકો અને કેચો ઝડપી શકતા નથી, તો વન-ડે જેવા ફોર્મેટમાં મેચ હાથમાંથી સરકી જાય છે.”

બીજી તરફ, ન્યૂઝીલેન્ડના કેપ્ટન માઈકલ બ્રેસવેલે પોતાની ટીમના ઓલરાઉન્ડ પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે મિચેલ અને યંગની ભાગીદારીને મેચ વિનિંગ ગણાવી હતી તેમજ ડેબ્યૂ કરનાર બોલર જેડન લેનોક્સના પ્રદર્શનને પણ બિરદાવ્યું હતું.

આ હાર સાથે ભારત-ન્યૂઝીલેન્ડ વન-ડે સીરિઝ 1-1થી બરાબરી પર આવી ગઈ છે, જેના કારણે સીરિઝનો ત્રીજો મુકાબલો વધુ રોમાંચક બનવાનો છે.
 
You may also like

જામનગરમાં ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી 23 લોકો ઘાયલ, બેની હાલ સારવાર ચાલુ

જામનગરમાં ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી 23 લોકો ઘાયલ, બેની હાલ સારવાર ચાલુ

બંગાળમાં નિપાહ વાઈરસનો ખતરો વધ્યો: વધુ 3 કેસ નોંધાતા ફફડાટ, 120થી વધુ લોકો હોમ આઈસોલેશનમાં

બંગાળમાં નિપાહ વાઈરસનો ખતરો વધ્યો: વધુ 3 કેસ નોંધાતા ફફડાટ, 120થી વધુ લોકો હોમ આઈસોલેશનમાં

રાજકોટમાં ભારતની હાર બાદ કેપ્ટન શુભમન ગિલનું નિવેદન, વચ્ચેની ઓવરોમાં વિકેટ ન મળવી મુખ્ય કારણ

રાજકોટમાં ભારતની હાર બાદ કેપ્ટન શુભમન ગિલનું નિવેદન, વચ્ચેની ઓવરોમાં વિકેટ ન મળવી મુખ્ય કારણ

ઠંડીનો બોકાસો: સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડી યથાવત, અમરેલી 6 ડિગ્રી સૌથી ઠંડું, ગિરનાર 3 ડિગ્રી સુધી પારો ગગડ્યો

ઠંડીનો બોકાસો: સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડી યથાવત, અમરેલી 6 ડિગ્રી સૌથી ઠંડું, ગિરનાર 3 ડિગ્રી સુધી પારો ગગડ્યો