ગાંધીનગરમાં આધુનિક સુવિધાસભર ‘કાઠિયાવાડ ભવન’નું નિર્માણ Oct 22, 2026 ગાંધીનગર,સ્માર્ટ ક્લાસ અને હોસ્ટેલની સુવિધા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણકાઠી સમાજના વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે ગાંધીનગર ખાતે કાઠી સમાજના યુવાનો માટે તમામ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એવું ભવ્ય અને આધુનિક ‘કાઠિયાવાડ ભવન’ તૈયાર થઈ ગયું છે.આ નવા સંકુલમાં યુવાનોને કારકિર્દી ઘડવામાં સરળતા રહે તે માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. અહીં યુપીએસસી, જીપીએસસી તેમજ પોલીસ કોન્સ્ટેબલ જેવી સ્પર્ધાત્મક અને સરકારી ભરતી પરીક્ષાઓની સચોટ તૈયારી કરી શકે તે માટે વિશેષ સ્માર્ટ ક્લાસરૂમ્સ, રીડિંગ રૂમ સાથેની સમૃદ્ધ લાઇબ્રેરી અને રહેવા માટે આધુનિક હોસ્ટેલની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.સમાજપયોગી આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ ભવનના નિર્માણથી દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી ગાંધીનગર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા આવતા હોનહાર અને આશાસ્પદ વિદ્યાર્થીઓ માટે રહેવા તથા અભ્યાસ કરવાની દિશામાં એક મોટી રાહત મળી રહેશે.