અનેક મહિલાઓ સાથે સંબંધને કારણે આર્મી મેજર સામે બરતરફીની કાર્યવાહી Oct 20, 2026 નવી દિલ્હી,સેનાના નિયમો હેઠળ કારણદર્શક નોટિસ અપાઈ, મામલો આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યુનલમાં પહોંચ્યોભારતીય સેનાના આર્મર્ડ કોર્પ્સમાં તૈનાત એક મેજરને અનેક મહિલાઓ સાથે સંબંધ હોવાના ગંભીર મામલે સેના દ્વારા બરતરફીની નોટિસ આપવામાં આવી છે. નવી દિલ્હી સ્થિત સેના મુખ્યાલય દ્વારા આર્મી એક્ટ 1950 અને આર્મી રૂલ્સ 1954ની જોગવાઈઓ હેઠળ ગત 10 ઓગસ્ટના રોજ આ કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં સેના પ્રમુખ દ્વારા સ્પષ્ટતા માંગવામાં આવી છે કે વહીવટી પ્રક્રિયાઓ અંતર્ગત તેમને સેવામાંથી કેમ બરતરફ ન કરવા જોઈએ.સુપ્રીમ કોર્ટના કેટલાક નિર્ણયો હોવા છતાં લશ્કરી શિસ્ત અને આચરણના ભંગ સમાન આ મામલો સેનામાં અત્યંત સંવેદનશીલ અને ગંભીર માનવામાં આવી રહ્યો છે. દરમિયાન, આ નોટિસથી ઘેરાયેલા અધિકારીએ તેને પડકારવા માટે નવી દિલ્હી ખાતે આવેલી આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યુનલની પ્રિન્સિપલ બેન્ચમાં સત્તાવાર રીતે અરજી દાખલ કરી છે, જેના કારણે આ વિવાદે સમગ્ર લશ્કરી વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. Previous Post Next Post