મોરબીના જેતપરથી ખેડૂતોનું એલાન: દિવાળી બાદ રાજ્યવ્યાપી શક્તિપ્રદર્શન

મોરબીના જેતપરથી ખેડૂતોનું એલાન: દિવાળી બાદ રાજ્યવ્યાપી શક્તિપ્રદર્શન

મોરબી,

પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો 56 લાખ ખેડૂત પરિવારો સાથે મળીને કિસાન મહાપંચાયત યોજાશે

મોરબી નજીક આવેલા જેતપર સત્યાગ્રહ છાવણી ખાતે વીજપોલ અને અન્ય પડતર પ્રશ્નોને લઈને છેલ્લા પાંચ મહિનાથી શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ સરકાર સામે હવે લડત વધુ તેજ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. સરકાર સાથે 24 મુદ્દાઓ પર મહત્વપૂર્ણ બેઠક યોજાયા છતાં મુખ્ય માંગણીઓ અંગે કોઈ સંતોષકારક ઉકેલ ન આવવાથી ખેડૂત અગ્રણીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો દિવાળી પહેલા તેમની માંગણીઓ નહીં સંતોષાય, તો દિવાળી પછી રાજ્યભરમાં વિશાળ કિસાન મહાપંચાયત બોલાવીને અભૂતપૂર્વ શક્તિપ્રદર્શન કરવામાં આવશે. આ લડતને વધુ વ્યાપક બનાવવા માટે ગુજરાતભરના 56 લાખ ખેડૂત પરિવારોમાંથી પ્રત્યેક પરિવારના એક સભ્યને જોડીને સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરવામાં આવશે અને પોતાની એકતાની તાકાત દર્શાવવામાં આવશે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!