અમદાવાદમાં ગટરમાં પડેલી બાળકી હવે નહી મળે: ૧૩ દિવસે તપાસ સમેટી લેવાઈ Oct 22, 2026 અમદાવાદ,પીરાણા-નારોલ વિસ્તારમાં ખુલ્લી ગટરનો ખાડો પુરી દેવાયો: પાંચ એજન્સીઓની મહેનત નિષ્ફળઅમદાવાદ શહેરના નારોલ-વિશાલા હાઈવે પર પીપળજ ગામ નજીક આવેલી કોર્પોરેશનની ખુલ્લી અને ગટરમાં અકસ્માતે ખાબકેલી મનીષા સલાટ નામની દિવ્યાંગ (પ્રજ્ઞાચક્ષુ) બાળકીને શોધવા માટે ચાલી રહેલી વ્યાપક મથામણ આખરે ૧૩ દિવસ બાદ નિષ્ફળ સાબિત થઈ છે.તંત્ર દ્વારા આ બાળકીને શોધવા માટે પાંચ જેટલી અલગ-અલગ એજન્સીઓની મદદથી સતત ૧૩ દિવસ સુધી સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પીરાણા વિસ્તારની નદીમાંથી કેટલાક શંકાસ્પદ બોડી પાર્ટ્સ મળ્યા હતા, જેના કારણે બાળકી મળી આવ્યાની આશા જાગી હતી; પરંતુ સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસે પુષ્ટિ કરી હતી કે તે અવશેષો બાળકીના નહીં પરંતુ પશુના હતા.કોઈપણ સંતોષકારક પરિણામ ન મળતા અને ૧૩ દિવસ વીતી ગયા બાદ આખરે વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશને બાળકીની શોધખોળની આખી તપાસ સત્તાવાર રીતે પૂર્ણ જાહેર કરી દીધી છે. એટલું જ નહીં, ઘટનાસ્થળે આવેલી એ જ ખુલ્લી ગટરના ખાડાને પણ માટી વગેરે નાખીને પૂરી દેવામાં આવ્યો છે. મેગાસિટીના દાવા કરતા તંત્રની આ નિષ્ક્રિયતા સામે સ્થાનિક રહીશો અને નાગરિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. Previous Post Next Post