ગોંડલ–આટકોટ રોડ રીસર્ફેસીંગ સહિત રૂ. 33 કરોડના વિકાસ કામોનું મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત

ગોંડલ–આટકોટ રોડ રીસર્ફેસીંગ સહિત રૂ. 33 કરોડના વિકાસ કામોનું મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત

રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને ગોંડલ–આટકોટ રોડના રીસર્ફેસીંગ તથા વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત રૂ. 32.60 કરોડના ખર્ચે 37 કિ.મી. લાંબા ગોંડલ–આટકોટ રોડનું રીસર્ફેસીંગ, મિડીયન તથા બ્યુટીફિકેશન કામનું ખાતમુહૂર્ત મોટા દડવા ખાતે કરવામાં આવ્યું હતું. ઉપરાંત રૂ. 80 લાખના ખર્ચે મેઘપર એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત મેઘપર ગામ ખાતે યોજાયું હતું.

આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, “જ્યાં માનવી ત્યાં સુવિધા” એ રાજ્ય સરકારનો મૂળ અભિગમ રહ્યો છે. વિસ્તારના નાગરિકોની સુખાકારીમાં સતત વધારો થાય અને સર્વાંગી વિકાસ સાકાર થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

વિસ્તારમાં થયેલા તથા આવનારા વિકાસ કાર્યોની વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સાણથલીથી વાસાવડ રોડ માટે રૂ. 90 લાખની મંજૂરી આપવામાં આવી છે. મેઘપર ગામમાં તળાવ ઊંડું કરવાની કામગીરી મંજૂર કરવામાં આવી છે, જે ઉનાળામાં શરૂ થશે. સાણથલીથી થોર સુધીનો રોડ રૂ. 3.5 કરોડના ખર્ચે બનાવાશે. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા સાણથલીથી ઈશ્વરીયા વચ્ચે રૂ. 7.8 કરોડના ખર્ચે પુલનું કામ ચાલી રહ્યું છે.
 


આ ઉપરાંત જસાપર–જુનાપર–કાનપર સહિત અન્ય બે ગામોમાં નવી ગ્રામ પંચાયતના મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાણથલી, ભાડલા અને પાંચવડા ગામોમાં પશુ દવાખાનાની સુવિધા ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના કારણે પશુપાલકોને પશુ સારવારમાં સરળતા મળશે.

ઉલ્લેખનીય છે કે, માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો ગોંડલ–આટકોટ રોડ રાજ્ય ધોરીમાર્ગ (સ્ટેટ હાઇવે) તરીકે ઓળખાય છે. આ રોડની કુલ લંબાઈ 37.00 કિ.મી. અને પહોળાઈ 10.00 મીટર છે, જે ગોંડલ તાલુકાને જસદણ તાલુકા સાથે જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે. આ યોજનામાં રસ્તાનું રીસર્ફેસીંગ, સાઇડ શોલ્ડરમાં માટીકામ, થર્મોપ્લાસ્ટિક પટ્ટા, કેટ-આઇ, ઓવરહેડ ગેન્ટ્રી સાઇનબોર્ડ તેમજ અન્ય રસ્તા સંબંધિત ફર્નિચરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સ્ટેટ હાઇવેના રીસર્ફેસીંગથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ સાથે આસપાસના વિસ્તારોના આર્થિક વિકાસને વેગ મળશે. વેપાર, ઉદ્યોગ, રોકાણ, પ્રવાસન અને કૃષિ પેદાશોને ઝડપી અને સુગમ જોડાણ મળતા સમગ્ર વિસ્તારની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે.

આ કાર્યક્રમમાં અગ્રણી શ્રી મનહરભાઈ બાબરીયા, શ્રી જતીનભાઈ સીદપરા, શ્રી અંકિતભાઈ રામાણી, શ્રી મનુભાઈ લાવડીયા, શ્રી ભાવેશભાઈ વેકરીયા, શ્રી ગિરધરભાઈ વેકરીયા, શ્રી અમિતભાઈ પડાળીયા સહિત વિવિધ ગામોના સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ