અયોધ્યા રામ મંદિરમાં કરોડોની ચોરીનો પર્દાફાશ, 40 દાન પેટીઓ અને કિંમતી વસ્તુઓ પર હાથ સાફ કરનારા 42થી વધુ કર્મચારીઓની તપાસ

અયોધ્યા રામ મંદિરમાં કરોડોની ચોરીનો પર્દાફાશ, 40 દાન પેટીઓ અને કિંમતી વસ્તુઓ પર હાથ સાફ કરનારા 42થી વધુ કર્મચારીઓની તપાસ

અયોધ્યા,

15 દિવસમાં તપાસ રિપોર્ટ સોંપાશે, ટ્રસ્ટના સભ્યો પણ તપાસના દાયરામાં

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં કરોડો રૂપિયાના દાનમાં થયેલી ચોરીનો ગંભીર મામલો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. મંદિરની દાન પેટીઓમાંથી મોટી રકમ અને કિંમતી સોનાની વસ્તુઓ ગાયબ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેમાં ખાસ કરીને બે કિલો સોનાની ગદા ગુમ થયાના અહેવાલોએ સમગ્ર દેશમાં આશ્ચર્ય સર્જ્યું છે. આ ગંભીર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ તપાસનો દોર તેજ કર્યો છે.

મંદિર પરિસરમાં આવેલી આશરે 40 જેટલી દાન પેટીઓમાંથી ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પ્રારંભિક તપાસમાં એવી માહિતી મળી છે કે દાનમાં આવેલી રકમની ગણતરી કરતી વખતે જ કેટલીક રકમ લાંબી કરી દેવામાં આવતી હતી. સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ હિલચાલ દેખાતા પાંચ કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન અત્યાર સુધીમાં આ કર્મચારીઓ પાસેથી અંદાજે બે કરોડ રૂપિયા પરત મેળવી લેવાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

એસઆઇટીની ટીમ સતત બીજા દિવસે અયોધ્યા રામ મંદિર પહોંચી હતી અને મંદિરની દાન વ્યવસ્થા સાથે જોડાયેલા આશરે 42થી વધુ કર્મચારીઓની પૂછપરછ કરવાની તૈયારીઓ કરી રહી છે. આટલું જ નહીં, મંદિર ટ્રસ્ટના સભ્યોની પણ તપાસ કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એસઆઇટી આગામી 15 દિવસમાં પોતાનો સંપૂર્ણ તપાસ રિપોર્ટ સરકારને સોંપશે.

જોકે, મંદિર પ્રશાસન તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી નથી. આ મામલે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના પૂર્વ ડ્રાઇવર પર પણ આરોપો લાગ્યા છે, જેને તેમણે ફગાવી દીધા છે. હાલમાં સોના-ચાંદીના દાગીના અને સોનાની ગદા ગાયબ હોવાની ચર્ચા વચ્ચે પોલીસ અને એસ.આઇ.ટીની તપાસ પર સૌની નજર ટકેલી છે.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ