ચોમાસુ સત્રના અંતિમ દિવસે સરકારે રજૂ કર્યા ત્રણ મહત્વપૂર્ણ વિધેયકો

ચોમાસુ સત્રના અંતિમ દિવસે સરકારે રજૂ કર્યા ત્રણ મહત્વપૂર્ણ વિધેયકો

ગાંધીનગર,

ગુજરાત વિધાનસભામાં 'ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ' વિધેયક રજૂ

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજના દિવસની સરકારી કામકાજના ભાગરૂપે ગૃહમાં વેપાર અને ઉદ્યોગ સાહસિકતાને વધુ સરળ તથા પારદર્શક બનાવવા માટે 'ગુજરાત ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસ વિધેયક' રજૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત પાંચ હયાત કાયદાઓમાં મહત્વના સુધારા કરવામાં આવશે.

આજના દિવસે પ્રશ્નોત્તરીકાળ સાથે ગૃહની કાર્યવાહીનો પ્રારંભ થયો હતો. આ સત્ર દરમિયાન સરકાર દ્વારા વેપાર-ઉદ્યોગ ઉપરાંત ભાડા કરાર, મકાનમાલિક-ભાડૂતના નિયમો સુધારવા માટેનું 'ગુજરાત ભાડા વિધેયક' તેમજ ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેના એકત્રીકરણ માટેનું સુધારા વિધેયક સહિત કુલ ત્રણ મહત્વપૂર્ણ સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરવામાં આવ્યા છે.

વેપાર-ઉદ્યોગને વધુ સુગમ બનાવવા પાંચ હયાત કાયદાઓમાં કરાશે સુધારો

વિધાનસભાની બેઠક દરમિયાન ડેટા સેન્ટર અંગેની પ્રશ્નોત્તરીમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ કુલ ડેટાનો ૩૦ ટકા હિસ્સો ભારત પાસે છે, પરંતુ દેશની પોતાની ડેટા સંગ્રહ ક્ષમતા હાલ માત્ર ૨ ટકા જ છે. આ સ્થિતિમાં પરિવર્તન લાવવા અને ડેટા સંગ્રહ ક્ષમતાને વ્યાપક સ્તરે વેગ આપવા માટે સરકારે સમગ્ર દેશમાં કુલ ૭.૫ ગીગાવોટ ક્ષમતા ઊભી કરવાનું મોટું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકારની અનુકૂળ અને પ્રોત્સાહક ઔદ્યોગિક નીતિઓના લીધે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેના પરિણામે હાલમાં માત્ર ગુજરાતમાં જ ડેટા સેન્ટર સ્થાપવા માટે ૧૭ ગીગાવોટ ક્ષમતાની માગ દર્શાવતી અરજીઓ પ્રાપ્ત થઈ છે, જે રાજ્યના પારદર્શક વહીવટ અને આર્થિક વિકાસની સાક્ષી પૂરે છે.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ