ધોરાજીમાં કિન્નરો વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી અને મારામારી Oct 19, 2026 ધોરાજી,વર્ચસ્વ કે અન્ય વિવાદમાં કાતર વડે વાળ કાપી નાખી મારી નાખવાની ધમકી અપાતાં ચકચારરાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં કિન્નરોના બે જૂથ વચ્ચે જાહેરમાં ઉગ્ર બબાલ અને મારામારી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિસ્તાર કે અન્ય કોઈ બાબતના વિવાદને લઈને કિન્નરોના જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેણે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ મારામારી દરમિયાન સામસામે હુમલો કરી એકબીજાને ગાળો ભાંડવામાં આવી હતી તથા આવેશમાં આવીને કાતર વડે વાળ કાપી નાખવામાં આવ્યા હતા. એટલું જ નહીં, જાહેરમાં જ ગંભીર પરિણામો ભોગવવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.આ અંગે ભોગ બનનાર વંથલીના નરેડી ગામના મૂળ વતની સંજય પરમાર ઉર્ફે સંજુ માસી દ્વારા સ્થાનિક ધોરાજી પોલીસ મથકમાં હાર્દિક અલ્પેશ કોસરેકર ઉર્ફે સોનુ માસી, ઈશ્વર ચૌહાણ ઉર્ફે ઐશ્વર્યા માસી, અરવિંદ પરમાર ઉર્ફે અનુ માસી સહિત 5 કિન્નરો સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસે બનાવ સ્થળે પહોંચી ઘટના પાછળનું સાચું કારણ જાણવા તથા સામેલ આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી કરવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. Previous Post Next Post