"માવતર જોઈએ છે" - સદભાવના ટ્રસ્ટ શ્રી વિજયભાઈ ડોબરીયાની હૃદયસ્પર્શી અપીલ

"માવતર જોઈએ છે" - સદભાવના ટ્રસ્ટ શ્રી વિજયભાઈ ડોબરીયાની હૃદયસ્પર્શી અપીલ

સદભાવના ટ્રસ્ટ ના સ્થાપક શ્રી વિજયભાઈ ડોબરીયા એ સત્યમંથનને કહ્યું કે”આ બાબત ખાસ હાઈલાઈટ કરજો કે અમારે માવતર જોઇએ છે", સદભાવના વૃધ્ધાશ્રમ પુરાયે ગુજરાત સહીત ભારતભરમાં જાણીતું નામ થઈ મુક્યુ છે. સદભાવના ટ્રસ્ટ ના સ્થાપક વિજયભાઈ ડોબરીયાનો જન્મ ફતેહપર ગામમાં, પડધરી ની બાજુમા તા. 1/6/82 ના રોજ થયો હતો. ત્યા તેમનું કુટુંબ ખેતી કરે છે. છેલ્લા 20 વર્ષથી વિજયભાઈ ડોબરીયા રાજકોટ આવ્યા છે. તેમના સદભાવના ટ્રસ્ટ દ્વારા વૃધ્ધાશ્રમ, વૃક્ષા-રોપણ, બળદ આશ્રમ, શ્વાન આશ્રમ, એનિમલ હોસ્ટેલ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલે છે. વૃક્ષારોપણની વિચાર ધારાનું બીજ સૌપ્રથમ તેમની વૃક્ષારોપણ પ્રવૃત્તિ તરફ જોઈએ તો તમે જોયું હશે કે રાજકોટ શહેર અને ગુજરાતના અનેક હાઇવે અને ગામોમાં સદભાવના ટ્રસ્ટ ના બોર્ડ લાગેલા વૃક્ષો વાવેલા છે. તા. 5 જુન 2014ના રોજ તેમને સૌપ્રથમ વિચાર આવ્યો કે મારા ગામમાં હરીયાળી કરૂ. ગામમાં વૃક્ષારોપણથી શરૂ કરેલ આ પ્રવૃતી વટવૃક્ષ બની ગઈ. છેલ્લા 10 થી 11 વર્ષમાં તેમને અંદાજીત 1 કરોડ 20 લાખ વૃક્ષો વાવીને મોટા કર્યા છે. આ માટે તેમના સદભાવના ટ્રસ્ટ પાસે 500 ટ્રેક્ટર,500 પાણીના ટેન્કર 3000 કર્મચારીનો સ્ટાફ - વીગેરે સંશાધનો હાલમાં છે.

 તેઓ વૃક્ષો વાવવા માટે દાતાશ્રી તરફથી મળેલા દાન બાબત માં ખુબ જ ચોકસાઈ રાખે છે. દરેક વૃક્ષોને પીંજરા સાથે વાવી, દાતાનું નામ લખીને ત્રણ વર્ષ સુધી દર 4 દિવસે પાણી પાવાનું, દર મહિને ખાતર નાખવાનું, દર ત્રણ મહિને દાતાને વૃક્ષોનો ફોટો મોકલવાનું ખાતરીપુર્વકનું કામ તેમની સંસ્થા કરે છે. 150 કરોડથી વધારે વૃક્ષ વાવણીનો ટાર્ગેટ વિજયભાઈ એ કહ્યું કે 250 JCB ચાલુ છે 25 જિલ્લાઓમાં કામ ચાલુ છે તેમનો ટાર્ગેટ 150 કરોડ વૃક્ષ વાવીને આખાયે ભારતને હરિયાળું કરવાનો છે. રાજય સરકાર, નગરપાલિકાઓ, દાતાશ્રી ઓ તેમને ખુબ જ સહયોગ આપે છે. સારી ભાવનાથી કામ કરવાની ઇચ્છા હતી એટલે તેમણે. ટ્રસ્ટનું નામ "સદભાવના " રાખેલ હતુ. કોરોના જેવા કપરા કાળમાં પણ રાજય સરકારે તેમના પાણીના ટેન્કર માટે સ્પેશીયલ પરમિશન આપી ને કામ ચાલુ રખાવ્યુ હતુ . 2030 સુધી ગુજરાતમાં કામ કર્યા પછી તેઓશ્રી ગુજરાતની બહાર વૃક્ષા-રોપણ માટે કામ ચાલુ કરશે તેવું જણાવ્યુ છે. અનેક અનુભવોમાં સરકાર શ્રી દ્વારા સહયોગ સારા અનુભવો ખુબ જ છે. ક્યારેક કપરો અનુભવ પણ થાય છે. વૃક્ષારોપણની જમીન સફાઈ વખતે નજીકની જમીન ધરાવતા લોકો સાથે અથડામણ થઈ શકે છે. સોમનાથ થી દ્વારકા હાઈવે પર આવા પ્રોબ્લમ થતા, ગાંડા બાવળ ની દૂર કરવાની પ્રક્રિયા દરમ્યાન સ્થાપીત હિત ધરાવતા વ્યકતીઓની અથડામણ થયેલ, ત્યારે રાજ્ય સરકાર શ્રી તરફથી પોલીસ રક્ષણ આપવામાં આવેલ. આવા અનેક અનુભવો વચ્ચે પણ તેઓ તેમની વિચાર ધારામાં અડીખમ રહ્યા છે. સંદેશ - 'દેરક વ્યકતી એ એક વૃક્ષ વાવવું' વૃક્ષારોપણ બાબતે વિજયભાઈ ડોબરીયાએ ભારતની જનતાને સંદેશ આપ્યો છે કે "દરેક વ્યકતીએ એક વૃક્ષ વાવીને ઉછેરવુ, અને તે વ્યકતીગત ન કરી શકે તો સંસ્થાને કહેવું'' સદભાવના ટ્રસ્ટ ને ગુજરાત સરકાર નો ખુબ જ મહત્વનો " વન પંડીત " એવૉર્ડ મળેલ છે.

આ ઉપરાંત ગણી ન શકાય તટેલા એવૉર્ડ મુખ્યમંત્રી શ્રી, ગવર્નર શ્રી, કલેકટર શ્રી, તમામ સમાજો દ્વારા મળેલ છે. 200 થી વધારે એવૉર્ડ અત્યારે દ્રશ્યમાન હતા. વૃક્ષારોપણ માટે કોઇને ડોનશન આપવુ હોય તો મોબાઈલ નંબર 80002 88888 ઉપર સંપર્ક કરી શકે છે. વૃધ્ધાશ્રમ સ્થાપવાનું બીજ રોપાય તેવી ઘટના. ઉપરની બાબત ની ચર્ચા પછી ખરેખર તેમની આંખની ચમક અને હ્દયનો ઉત્સાહ વૃધ્ધાશ્રમ ની વાત શરૂ થતા જોવા મળ્યો. તેમણે 15-8-2015 ના રોજ "સદભાવના વૃધ્ધાશ્રમ"ની સ્થાપના કરી. આવો વિચાર કેમ આવ્યો તે બાબતે તેમણે એક ખુબ જ દુખદાયક ઘટના કહી કે " રૈયા રોડ પર તેમની ઓફીસે જતા, રસ્તામાં એક વૃધ્ધ રડતા જોવા મળ્યા. કારણ પુછતા કહ્યું કે તે અત્યારે 70 વર્ષાના થયા છે. આખી જિંદગી ઢેબર રોડ પરથી ફર્નિચરનો સમાન ફેરવ વાની મજુરી કરી પણ હવે ઉમર ને હિસાબે કોઈ કામ નથી આપતું. શરીર ચાલતુ નથી. ઘરમાં ખાવા માટે દાણો નથી. બે દિવસ થી ઘર નથી ગયો. હું અને મારા પત્ની બે જ છીએ. મરી જવાનો વિચાર આવ્યો, પણ હું મરી જાવ. તો પત્ની નું શું થાય ? ઘરે કયા મોઢે જવું.? એવો કાંઈ રસ્તો ગોતું છુ કે હું અને મારા પત્ની સાથે મરી જઇએ. !!.. 

નાના પાયે વૃધ્ધાશ્રમની શરૂઆત. આ ઘટનાથી વિજયભાઈ ડોબરિયાનું હધ્ય હચમચી ઉઠ્યું. તેમણે તે વૃધ્ધ દંપતીની તાત્કાલીક કાળજી લીધી અને તાત્કાલીક જ 20 વૃધ્ધ દંપતી માટે સાચવણી અને કાળજી નું કામ શરુ કર્યું . સંતાન ન હોય, મિલ્કત ન હોય, નાના વર્ગના માણસો હોય કે જેનો કોઈ આધાર ન હોય તેવા વૃધ્ધ લોકોને આશરો આપવાનું તેમનું કામ વધતું ગયું. અત્યારે 700 વૃધ્ધ સ્ત્રી-પુરૂષો, વડીલો ની કાળજી અને સેવા પીપળીયા ભવન, ગોંડલ રોડ, ગુરુકુલ પાછળ આવેલ બીલ્ડીંગમાં તેઓશ્રી કરે છે. 700 માંથી અંદાજીત 350 જેટલા વૃધ્ધ "ડાયપર" પહેરવવાની અવસ્થામા છે. આ બાબતે ડોનેશન નંબર પણ 80002 88888 છે. અત્યારે વૃધ્ધો પુરાયે ગુજરાતમાંથી આવે છે. અને ક્યારેક ભારતના બીજા રાજ્યોમાંથી આવે છે. તેમને જમાડવા, નવડાવવા, પેશાબ - ઝાડો કરાવવવા, મેડીકલ ટ્રીટમેન્ટ આપવાથી મંડીને અનેક કામગીરી ખુદના સંતાનોથી વિશેષ સદભાવના ટ્રસ્ટ કરે છે. વિશ્વમાં સૌથી મોટા વૃધ્ધાશ્રમનું આયોજન આટલે થી જ ન અટકતા સદભાવના ટ્રસ્ટ એ વિશ્વમાં સૌથી મૌટુ વૃધ્ધાશ્રમ બને તેવી યોજના કરી છે'. 500 કરોડના ખર્ચ, 5000 વડીલો માટે, ફાઈવ સ્ટાર સુવિધા ધરાવતા, રાજકોટ થી 16 કિલોમીટર દૂર, રામપર ગામ,જામનગર રોડ ખાતે 7 ટાવર નાં બાંધકામ ની શરૂઆત કરી છે. 

તેમાંથી પ્રથમ ટાવર પુરો થઈ ચુક્યો છે. 15 કબ્રુઆરીની આસપાસ 700 વૃધ્ધો તેમાં રહેવા જશે. 500 saft નો એક રૂમમાં ચાર વ્યક્તિ રહે તેવું ખુબ જ સગવડતા ભર્યું રૂમનું આયોજન છે. રૂમમાં પલંગ, સોફા, ફલરે એક મનોરંજન ખંડ છે. આ ટાવરોમાં હોસ્પીટલ, કીઝીયોથેરાપી સેન્ટર, જનરલ ગ્રાઉન્ડ ફલોરમાં પણ મનોરંજન ખંડ, 700 વ્યક્તિ બેસી શકે તેવુ ઓડાટોરીયમ, તેટલું જ ભવ્ય મંદિર, મોટા બગીચા- લેન્ડસ્કેપ બને છે. જે ફાઈવ સ્ટાર હોટેલ જેવી આભા ઉત્તપન્ન કરે છે. “માવતર જોઈએ છે- સદભાવના વૃધ્ધાશ્રમ” વિજયભાઈ ડોબ-રિયાએ ખાસ કહ્યું છે કે મારા "સદભાવના વૃધ્ધાશ્રમ" માટે" માવતર જોઈએ છે" અહી આપેલ કોન્ટેક નંબર પર તમારી આસપાસ મા આવા કોઈપણ વૃધ્ધ વ્યકતી હોય તો વહેલાસર જાણ કરજો, સદભાવના વૃધ્ધાશ્રમ તેમને સંભાળી લેશે. આ સદભાવના વૃધ્ધાશ્રમનો દર મહીને અંદાજિત ત્રણ કરોડનો ખર્ચ છે. “બળદ આશ્રમ” ની સ્થાપના ફકત માનવીઓ જ નહી પણ પશુપક્ષીઓ વિશે પણ તેમણે ખુબજ સદભાવના દાખવી છે. ગાયોની દેખભાળ તો લોકો ધાર્મિક વૃતી અનુસાર કરે છે. પણ તે જ ગોવંશના બળદ ની દેખભાળ કોઈ કરતુ નથી. આથી તેમણે "બળદ આશ્રમ" ની સ્થા-પના કરી. વૃધ્ધ બળદ, બીમાર હોય, લુલા લંગડા હોય, કતલખાને લઈ જવાતા હોય તેવા તમામ બળદ તેમની સંસ્થા સ્વીકારે છે. 

અત્યારે 1600 બળદ તેમની સંસ્થા કાળજીપૂર્વક સાચવે છે. એક મહીનાનો નીભાવ ખર્ચ અંદાજીત 50 લાખ રૂપીયા છે. એક નવો 2000 બળદ સમાવી શકાય તેવા આશ્રમની જગ્યાની તેઓ શોધ કરે છે. અત્યારે તેમનો બળદ આશ્રમ ખીરસરા પાસે, કાલાવડ રોડ, રાજકોટ માં છે. કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના બળદ મુકવા ત્યા જઈ શકે છે. "શ્વાન આશ્રમ" ની સ્થાપના આવી જ બાબતો "રખડતા કુતરા" કે જે અંઘ, અપંગ, બીમારહોય તે માટે સદભાવના ટ્રસ્ટ જામનગર રોડ, ગાર્ડ કોલેજ ની બાજુમાં "શ્વાન આશ્રમ" ખોલ્યો છે. 200 થી વધુ શ્વાન છે. તેમા કેટલાયે એવા છે કે મોતીયો થયો હોય, એસીડ એટેક થયાં હોય.. વગેરે ક્રુરતાનો ભાગ બન્યા હોય. નાના નધણિયાતા ગલુડીયા પણ તેઓ ઉછેરે છે. આ ટાઈપના તમામ ધ્યાન શ્વાન ને મોબાઈલ નંબર 88817 88854 પર સંપર્ક કરીને આપી જવા આપીલ કરી છે. એનિમલ હોસ્પિટલ ની સ્થાપના તદઉપરાંત સદ-ભાવના ટ્રસ્ટ કોર્ટ પાસે, જામનગર રોડ, રાજકોટ ખાતે "એનીમલ હોસ્પી-ટલ" ની સ્થાપના કરી છે. ત્યા ડૉક્ટર્સ ઉપરાંત 15 વ્યકતીઓનો મેડીકલ સ્ટાફ છે. દર મહીને 100 થી 150 જેટલા પશુ-પક્ષીઓની સારવાર અને ઓપરેશન થાય છે. તેથી આવા કોઈપણ સારવારને પાત્ર પશુ-પક્ષી હોય તો ત્યા મુકી જવા પણ તેમણે અપીલ કરી છે. કુદરતની તમામ રચનાની સેવા કરતુ સદભાવના ટ્રસ્ટ આમ વિહંગાવ લોકન કરીએ તો સદભાવના ટ્રસ્ટએ કુદરત અને ભગવાન સર્જિત તમામ રચનાઓની સેવા કરવાનું બીડુ ઝાવ્યુ છે. તેમાં વૃક્ષ, વૃધ્ધો, પશુ-પક્ષીઓ સહીત ઈશ્વરની તમામ રચનાઓનો સમા વેશ થઇ જાય છે. કુદરતની સેવા આ ભગીરથ કાર્યમાં વિજયભાઈ ડોબરીયા સ્થાપીત સદભાવના ટ્રસ્ટ પર કુદરતના ચાર હાથ છે. 
 

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો