ડાયાબિટીસ હવે માત્ર જાણકારી નહીં, સારવાર અને નિયંત્રણનો સમય

ડાયાબિટીસ હવે માત્ર જાણકારી નહીં, સારવાર અને નિયંત્રણનો સમય

આજના ઝડપી અને તણાવભર્યા જીવનમાં ડાયા-બિટીસ એક "શાંત પરંતુ ખતરનાક” રોગ બની ગયો છે. પહેલા તેને માત્ર “શુગર” કહીને અવગણવામાં આવતો, પરંતુ આજે ડાયાબિટીસ આંખ, કિડની, હૃદય, નસો અને પગ સુધી અસર કરતી ગંભીર બીમારી બની ચૂકી છે. અગાઉ આપણે ડાયા-બિટીસ શું છે, તેના પ્રકારો અને કારણો સમજ્યા. હવે સૌથી મહત્વનો પ્રશ્ન છે, ડાયાબિટીસ સાથે સ્વસ્થ જીવન કેવી રીતે જીવવું? સારા સમાચાર એ છે કે ડાયાબિટીસ હંમેશા પૂરી રીતે મટાડી શકાય એવું ન હોય, પરંતુ યોગ્ય સારવાર અને જીવનશૈલી બદલાવથી તેને સંપૂર્ણ નિયંત્રણમાં રાખી શકાય છે. ડાયાબિટીસ ડરવાની નહીં, જવાબદારીથી જીવવાની બીમારી છે. ડાયાબિટીસની સાચી સારવાર એટલે શું? ઘણા લોકો માને છે કે દવા લેવી એટલે સારવાર. પરંતુ હકીકતમાં સારવારનો અર્થ છે – બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવું શરીરના અંગોને નુકસાનથી બચાવવું જીવનની ગુણવત્તા સુધારવી ડાયાબિટીસની સારવાર એક દિવસની નથી, આ એક સતત ચાલતી પ્રક્રિયા છે.

સારવારના મુખ્ય આધારસ્તંભ નિયમિત બ્લડ શુગર ચેક કરવું. ડાયાબિટીસમાં સૌથી પહેલું અને મહત્વનું પગલું છે – નિયમિત શુગર ચેક. ઉદાહરણ: રમેશભાઈ મહિનામાં એક જ વાર શુગર ચેક કરતા. ક્યારે શુગર વધી જાય છે, ખબર જ ન પડતી. જ્યારે તેમણે ફાસ્ટિંગ અને પોસ્ટ-મીલ નિયમિત ચેક કરવાનું શરૂ કર્યું, ત્યારે સમયસર દવા અને ખોરાકમાં ફેરફાર શક્ય બન્યો. જે ચેક થતું નથી, તે કંટ્રોલ થતું નથી. 


દવાઓ અને ઇન્સ્યુલિન ડાયાબિટીસના પ્રકાર અને લેવલ મુજબ ડોક્ટર દવા કે ઇન્સ્યુલિન સૂચવે છે. ટાઇપ 1 - ઇન્સ્યુલિન જરૂરી ટાઇપ 2-શરૂઆતમાં ગોળી, પછી જરૂર પડે તો ઇન્સ્યુલિન ચેતવણી:ડોક્ટરની સલાહ વગર દવા બંધ કરવી કે બદલવી ખતરનાક છે. ખોરાક અને કેલરી આયોજન: ડાયાબિટીસ કંટ્રોલની સૌથી મોટી ચાવી(City lifestyle માટે ખાસ) શહેરમાં રહેતા લોકોમાં બેઠાડુ કામ, બહારનું ખાવું અને અનિયમિત સમય આ બધું ડાયાબિટીસ વધારવાનું મુખ્ય કારણ બને છે. રોજ કેટલી કેલરી લેવી? Office job / બેઠાડુ જીવન- 1400-1600 કેલરી થોડું ચાલવું / ઘરકામ + 1600-1800 કેલરી નિયમિત વ્યાયામ 1800-2000 કેલરી વધારે કેલરી = વધારે શુગર ઓછી કેલરી = કમજોરી સંતુલન જ સાચો રસ્તો શું ખાવું જોઈએ? લીલા શાકભાજી (દૂધી, તુરીયા, કારેલા, ભીંડા) ઘઉં, જ્વાર, બાજરીની રોટલી દાળ, ચણા, રાજમા સલાડ ઓછી ચરબીયુક્ત દહીં / છાશ ડાયાબિટીસમાં કયા ફળ લેવા? (મર્યાદામાં) દિવસમાં 1-2 ફળ પૂરતા જ્યુસ નહીં, આખું ફળ ખાવું. ફળ દવા છે, પરંતુ વધારે ફળ નુકસાન છે. શું ટાળવું જોઈએ? ખાંડ અને મીઠાઈ બેકરી વસ્તુઓ ઠંડા પીણાં, પેકેટ જ્યુસ ફાસ્ટ ફૂડ વધારે તળેલું ખોરાક વ્યાયામ: દવા જેટલી અસર ડાયાબિટીસ અને આળસ — બંને સાથે નથી ચાલતા. ડાયાબિટીસ અને આળસ — બંને સાથે નથી ચાલતા. 


રોજ 30 મિનિટ તેજ ચાલ યોગ, પ્રાણાયામ હળવો વ્યાયામ વ્યાયામ ઇન્સ્યુલિનને વધુ અસરકારક બનાવે છે. વજન નિયંત્રણ વજન વધારે હોય તો ડાયાબિટીસ કંટ્રોલ થવી મુશ્કેલ બને છે. ઉદાહરણ: મહેશભાઈએ માત્ર 6-7 કિલો વજન ઘટાડડ્યું, અને તેમની દવાની માત્રા પણ ઓછી થઈ. 5% વજન ઘટાડો = 50% સુધારો Smoking, તમાકુ અને Alcohol: ડાયાબિટીસનો મૌન દુશ્મન ઘણા લોકો માને છે – “થોડું પીવાથી કંઈ નહીં થાય.” પરંતુ ડાયાબિટીસમાં આ આદતો ધીમે ધીમે જીવલેણ સાબિત થાય છે. Smoking શુગર વધે હૃદયરોગ અને સ્ટ્રોકનો જોખમ 2–3 ગણો પગના ઘા મોડા ભરાય તમાકુ / ગુટખા મોઢાના ઘા અને કેન્સર દવાઓની અસર ઘટે Alcohol ક્યારેક શુગર અચાનક ઘટે ક્યારેક ખૂબ વધી જાય લિવર પર ભાર દવા એક બાજુ કામ કરે Smoking-Alcohol બીજી બાજુ નુકસાન કરે. ઊંઘ અને માનસિક સ્વાસ્થ્ય 8 કલાક ઊંઘ તણાવ ઓછો રાખવો ધ્યાન અને પ્રાણાયામ સ્ટ્રેસ સીધો બ્લડ શુગર વધારશે. 


સમયસર સારવાર કેમ જરૂરી? જો ડાયાબિટીસ નિયંત્રણમાં ન રાખીએ તો – આંખોની સમસ્યા કિડની ફેલ્યર હૃદયરોગ નસોની સમસ્યા પગમાં ઘા પરંતુ સમયસર સારવારથી આ બધું ટાળી શકાય છે. અંતિમ સંદેશ (Conclusion) ડાયાબિટીસ હવે ડરવાની બીમારી નથી, પરંતુ સમજદારીથી જીવવાની બીમારી છે. સાચો ખોરાક, યોગ્ય કેલરી, નિયમિત વ્યાયામ, દવા, અને ખોટી આદતોનો ત્યાગ – આ બધું મળીને જ ડાયાબિટીસને કંટ્રોલ કરે છે. આજે જીવનશૈલી બદલો આવતીકાલ બચાવો ડાયાબિટીસ સાથે પણ સ્વસ્થ જીવન જીવો 
 

You may also like

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

01 થી 07 માર્ચના સાપ્તાહિક રાશિફળમાં મેષથી મીન સુધીની રાશિઓ તમારા માટે શું નવા સંકેતો લઈ આવી છે જાણો....

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

મધ્ય પૂર્વમાં યુદ્ધનો પ્રભાવ: યુએઇ-બહેરીન સહિતના દેશોએ એરસ્પેસ બંધ કરી, ભારત-યુરોપ ફ્લાઇટ્સ પર મોટી અસર

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

રોહિત શેટ્ટી ફાયરિંગ મામલે નવો ઘટસ્ફોટ, આ દેશથી થયું હતું ફંડિંગ, ક્રાઈમ બ્રાન્ચનો દાવો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો

જમ્મુ-કાશ્મીરે લખ્યો સુવર્ણ અધ્યાય: 67 વર્ષ બાદ પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ પર કબજો