કેદારનાથ યાત્રા અટકાવાઈ, ભૂસ્ખલનથી એકનું મોત Sep 14, 2026 દેહરાદૂન,ભીમબલીથી કેદારનાથ વચ્ચે લગભગ 1000 યાત્રાળુઓ ફસાયાદેશનાં ઘણાં રાજ્યોમાં વરસાદ હવે કહેર બની રહ્યું છે. ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ ઘટી રહી છે. કેદારનાથનાં ચીરબાસા હેલિપેડ પાસે રવિવારે પહાડથી ખડકો પડવાને કારણે 65 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. કેદારનાથ પગપાળા યાત્રાનાં માર્ગે પણ ભૂસ્ખલન થયું હોવાનાં કારણે યાત્રા રોકવી પડી છે. ભીમબલીથી કેદારનાથ વચ્ચે લગભગ 1000 યાત્રાળુઓ ફસાયેલા છે. તેમાંથી ઘણાં લોકોની તબિયત લથડી હતી.બિહારમાં 14 જિલ્લાનાં 2,360 ગામ પૂરની અડફેટે આવ્યા છે અને 48 લાખથી વધુ લોકોને અસર થઈ છે. રાજ્યની 8 નદીઓ જોખમનાં સ્તર ઉપર વહી રહી છે. ગંગાનું જળસ્તર વધવાને કારણે કોલકાતાથી વારાણસી જઈ રહેલ રાજમહલ ક્રૂઝ ભાગલપુરમાં 6 દિવસથી અટવાયેલું છે. ક્રૂઝ પર સવાર 9 વિદેશી સહિત 11 પ્રવાસીઓને રવિવારે સુરક્ષિત બહાર કઢાયા હતા. રાજસ્થાનમાં આજે 36 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેશર સિસ્ટમની અસર 16 સપ્ટેમ્બર સુધી રહેવાનો અંદાજ છે. જ્યારે મધ્ય પ્રદેશમાં ઈન્દોર, ઉજ્જૈન અને ગ્વાલિયરમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે. મધ્ય પ્રદેશનાં ભોપાલ સહિત ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત્ છે. બડવાનીમાં નદીઓ જોખમી સ્તરે વહી રહી છે. મુરૈનામાં ચંબલ નદીમાં નહાતા સમયે પિતા-પુત્રનાં ડૂબવાને કારણે મોત થયા હતા. જ્યારે ટીકમગઢમાં ભારે વરસાદ બાદ સુજારા ડેમનાં 4 ગેટ ખોલાયા હતા. Next Post