મગની ખરીદી મુદ્દે મધ્યપ્રદેશમાં ખેડૂતો અને સરકાર વચ્ચે વાટાઘાટો નિષ્ફળ

મગની ખરીદી મુદ્દે મધ્યપ્રદેશમાં ખેડૂતો અને સરકાર વચ્ચે વાટાઘાટો નિષ્ફળ

 ભોપાલ,

સરકારે લોલીપોપ આપી, આંદોલન ચાલુ રહેશે

મધ્યપ્રદેશમાં મગના પાકની ટેકાના ભાવે ખરીદીના મુદ્દે ચાલી રહેલો ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. રાજ્ય સરકાર અને આંદોલનકારી ખેડૂત સંગઠનો વચ્ચે મોડી રાત્રે યોજાયેલી ઉચ્ચસ્તરીય મંત્રણા કોઈપણ પરિણામ વગર નિષ્ફળ સાબિત થઈ છે. સરકારે પાત્ર ખેડૂતો પાસેથી ૨૫ ટકાના બદલે ૬૦ ટકા મગ ખરીદવાનો અને સ્લોટ બુકિંગની તારીખ ૧૦ ઓગસ્ટ સુધી લંબાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ ખેડૂત નેતાઓએ આ પ્રસ્તાવને સ્પષ્ટપણે ફગાવી દીધો છે અને સરકારના આ પ્રસ્તાવને માત્ર 'લોલીપોપ' ગણાવ્યો છે.

સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ રાજ્યભરના હજારો ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓ સાથે પાટનગર ભોપાલ પહોંચ્યા છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે રાજ્યમાં મગના પાકની ૧૦૦ ટકા ખરીદી લઘુત્તમ ટેકાના ભાવે નિશ્ચિત કરવામાં આવે. આ ઉપરાંત, ખેડૂતો લાંબા સમયથી હેરાનગતિનું કારણ બનેલી ઈ-ટુકેન સિસ્ટમ સંપૂર્ણપણે નાબૂદ કરવાની અને જમીન રેકર્ડના આધારે સમયસર ખાતર વિતરણ કરવાની પણ માંગ કરી રહ્યા છે.

મગની ૧૦૦% ખરીદી અને ઈ-ટુકેન સિસ્ટમ નાબૂદ કરવાની માંગ પર ખેડૂતો અડગ

સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંશિક રાહત પ્રસ્તાવને ફગાવતાં ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી સરકાર તમામ મગની ૧૦% ખરીદીની ખાતરી નહીં આપે અને ઈ-ટુકેન પ્રથા પાછી નહીં ખેંચે, ત્યાં સુધી તેમનું આંદોલન અવિરતપણે ચાલુ જ રહેશે. વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ રાજ્યમાં રાજકીય અને કૃષિ ક્ષેત્રે તણાવ વધુ ઘેરો બન્યો છે.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ