સ્ટાર ખેલાડી અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી Jul 30, 2026 નવી દિલ્હી,ટીમ ઈન્ડિયા માટે એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. દમદાર ખેલાડી અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ભારતના સિનિયર ખેલાડીઓની લિસ્ટમાં સામેલ અજિંક્ય રહાણેએ સંન્યાસની જાહેરાત કરતાં એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું કે હવે આગળ વધવાનો યોગ્ય સમય આવી ગયો છે. હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું.2013 માં અજિંક્ય રહાણેએ તેની કારકિર્દી શરૂ કરી હતી અને ભારત માટે કુલ 85 ટેસ્ટ, 90 વન-ડે અને 20 T20I રમી ચૂક્યો છે. જોકે વેસ્ટ ઈન્ડિઝ સામે 2023 ની શ્રેણી બાદથી તેને ભારતીય ટીમમાં રમવાનો મોકો નહોતો મળ્યો. નેશનલ સિલેક્ટર્સની નજરોથી બહાર હોવા છતાં રહાણે ઘરેલુ ક્રિકેટમાં ઘણો એક્ટિવ રહ્યો છે અને 2024-25 ની સિઝનમાં તેણે મુંબઈની કેપ્ટન્સી સંભાળી હતી. IPL 2026 માં તેણે KKR ની કેપ્ટન્સી સંભાળી હતી. Previous Post Next Post