આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું Sep 14, 2026 રાજકોટ,રેકોર્ડ રૂમમાંથી મહત્વની ફાઈલો રહસ્યમય રીતે ગાયબ થતાં તંત્રની મિલીભગતની આશંકાશહેરમાં ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામ કરનારાઓ બેફામ બન્યા છે, ત્યારે બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઈસ્ટ ઝોન વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં થઈ રહેલા ગેરકાયદે બાંધકામો સામે લાલ આંખ કરતા મનપાની ટાઉન પ્લાનિંગ (ટીપી) શાખા દ્વારા કુલ ૧,૫૪૮ જેટલા અનધિકૃત બાંધકામોને નોટિસો ફટકારવામાં આવી હતી. જો કે, કાગળ પર નોટિસ આપ્યા બાદ આ મામલે આગળની કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે.મનપાની માત્ર કાગળ પરની કાર્યવાહી: નોટિસો અપાઈ પણ ગેરકાયદે બાંધકામો યથાવત્ સૂત્રોના જણાવ્યા અનુસાર, નોટિસો આપ્યા પછી નિયમ મુજબ જે તે ગેરકાયદે બાંધકામો પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવાની હોય છે, પરંતુ આશ્ચર્યજનક રીતે તંત્ર દ્વારા કોઈ જ ડિમોલિશન કરવામાં આવ્યું ન હતું. આટલું જ નહીં, આ ગેરકાયદે બાંધકામો અને ફાટકેલી નોટિસો સંબંધિત મહત્વની ફાઈલો પણ મનપાના રેકોર્ડમાંથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ફાઈલો ગાયબ થઈ જવાની આ ઘટના પાછળ સ્થાનિક અધિકારીઓ અને ભૂમાફિયાઓની મિલીભગત હોવાની પ્રબળ આશંકા વ્યક્ત થઈ રહી છે, જેના કારણે જવાબદાર તંત્રની પારદર્શિતા સામે લોકમુખે ભારે રોષ જોવા મળી રહ્યો છે. Previous Post Next Post