એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો Sep 14, 2026 રાજકોટ,પડધરી પંથકની યુવતીને ટોર્ચર કરી અશ્લીલ ચેટ માટે દબાણ કરનાર નૌટકિબાઝ ઝડપાયોપડધરી પંથકમાં રહેતી એક યુવતી સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવી, તેને પોતાના પ્રેમજાળમાં ફસાવીને ખાનગી ફોટા અને ૭ સેકન્ડનો વિડિયો મેળવી લીધા બાદ અશ્લીલ ચેટ કરવા માટે દબાણ કરનાર અફઝલ નામના શખ્સને ગ્રામ્ય સાયબર ક્રાઇમની ટીમે જયપુરથી ઝડપી પાડ્યો છે. આરોપીએ યુવતીને માનસિક ત્રાસ આપીને તેની બદનામી કરવાનો પ્રયાસ કર્યો હતો.આરોપી અફઝલે યુવતીનો પાસવર્ડ મેળવીને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટનો કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ યુવતીના આશરે ૩૦ જેટલા સગા-સંબંધીઓનું એક ગ્રુપ બનાવી તેમાં યુવતીનો અને અન્ય એક શખ્સનો ફોટો મૂકીને અત્યંત અશ્લીલ લખાણ વહેતું કરી દીધું હતું અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે એસપી વિજયસિંહ ગુર્જરની રાહબરી હેઠળ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પીઆઇ આર. જે. ગોધમ, પડધરી પીઆઇ એમ. જી. ચોૈહાણ અને તેમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સના આધારે કડક કાર્યવાહી હાથ ધરી હતી. મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ જયપુર રહેતો આ આરોપી આખરે પોલીસ પકડમાં આવી ગયો છે. Next Post