અમદાવાદમાં ગટરમાં પડી ગયેલી પ્રજ્ઞાચક્ષુ બાળકીની ચોથા દિવસે પણ શોધખોળ ચાલુ Oct 13, 2026 અમદાવાદ,NHAI દ્વારા પૂરવામાં આવેલા મેનહોલ ખોદવા તંત્રે હાથ ધરી કવાયતઅમદાવાદ શહેરના પીપલજ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયેલી માસૂમ બાળકીની શોધખોળમાં ચોથા દિવસે પણ તંત્રના હાથ ખાલી રહ્યા છે. તંત્રની ગંભીર બેદરકારીના કારણે સર્જાયેલી આ દુર્ઘટના બાદ શનિવારથી સતત ૨૪ કલાક રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હોવા છતાં બાળકીનો કોઈ પત્તો ન મળતા સ્થાનિક લોકો અને પરિવારજનોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.ઘટનાસ્થળે અને નદીના પટમાં અમદાવાદ ફાયર બ્રિગેડ અને ડ્રેનેજ વિભાગની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા અગાઉ રોડ નિર્માણની કામગીરી વેળાએ સુરક્ષાના યોગ્ય માપદંડો કે ઢાંકણ વગર જ કેટલાક મેનહોલ પૂરી દેવામાં આવ્યા હતા. આ વિગત સામે આવતા જ ફાયર અને ડ્રેનેજ વિભાગે NHAI ની ટીમને પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડીને પૂરવામાં આવેલા મેનહોલ તાત્કાલિક ખોદવા માટે સત્તાવાર રજૂઆત કરી છે. Previous Post Next Post