અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓ અને વિવિધ કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓ અને વિવિધ કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદ,

ઝાયડસ, ઉદ્દગમ અને ડીપીએસ બોપલને મળ્યા ઈ-મેલ

અમદાવાદ શહેરની ત્રણ સ્કૂલ બોપલની ડીપીએસ, થલતેજની ઉદગમ અને વેજલપુરની ઝાયડસ સહિત ઘણી સ્કૂલ તથા અમદાવાદની વિવિધ કોર્ટને ફરી એકવાર ઈ-મેલ મોકલીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓ સહિત શહેરના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
અમદાવાદ સહિત ગાંધીનગર જિલ્લા અને સેશન્સ કોર્ટના ઇ-મેલ આઇડી પર પણ બોમ્બ વિસ્ફોટ કરવાનો ધમકીભર્યો મેલ મળ્યો હોવાની જાણકારી સામે આવી છે. કોર્ટ પરિસર ખાલી કરાવીને તંત્ર દ્વારા ત્વરિત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

તમામ સ્થળે સઘન ચેકીંગ બાદ સબ સલામત હોવાના ખુલાસાથી રાહતનો શ્વાસ

શહેરની જાણીતી શાળાઓમાં સામેલ એવી વેજલપુર વિસ્તારમાં આવેલી ઝાયડસ સ્કૂલ, થલતેજ સ્થિત ઉદ્દગમ સ્કૂલ તેમજ ડીપીએસ બોપલને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ છે. આ ધમકી મળતા જ શાળા સંચાલકો અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જ્યારે સવારે શાળાઓ દ્વારા તેમના સત્તાવાર ઈ-મેલ બોક્સ ચેક કરવામાં આવ્યા ત્યારે આ ધમકીભર્યા સંદેશાઓ નજરે પડ્યા હતા. ઈ-મેલ ખુલતા જ તેમાં શાળાઓને વિસ્ફોટક પદાર્થોથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કંટ્રોલ રૂમ, બોમ્બ સ્કવોર્ડ અને સ્થાનિક પોલીસની ટીમો તાત્કાલિક સંબંધિત શાળાઓ ખાતે દોડી ગઈ હતી. વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષાને સર્વોપરી રાખીને સાવચેતીના ભાગરૂપે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ધટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં વાલીઓ પણ ચિંતાતુર થઈને શાળાઓ તરફ દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ બ્રાંચની મદદથી આ ધમકીભર્યા ઈ-મેલ કયા સ્થળેથી અને કોણે મોકલ્યા છે તેનું આઈપી એડ્રેસ ટ્રેસ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલ તમામ પાસાઓ પર ગંભીરતાપૂર્વક તપાસ ચાલી રહી છે.

જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરની તમામ શાળાઓને સતર્ક રહેવા ખાસ સૂચના આપી છે. તેમણે તમામ સ્કૂલ સંચાલકોને પોતાના સત્તાવાર ઈ-મેલ ચેક કરવા અને જો આવો કોઈ ધમકીભર્યો મેઈલ મળ્યો હોય તો તુરંત જ પોલીસને જાણ કરવા આદેશ કર્યો છે. વધુમાં, કોઈપણ જાતના ગભરાટ વિના બાળકોને શાળામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને પોલીસની તપાસ કાર્યવાહીમાં સંપૂર્ણ સહકાર આપવા માટે પણ વહીવટી તંત્ર દ્વારા શાળાઓને તાકીદ કરવામાં આવી છે.

મહત્ત્વનું છે કે, થોડાક દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટ અને સુરતની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ પછી અમદાવાદ સાયબર ક્રાઈમે અને સુરત ક્રાઈમે બે શખ્સની ધરપકડ કરી હતી. જે બાદ ફરીથી બોમ્બની ધમકી મળતા અફરાતફરી મચી ગઈ છે.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ