એપ્રિલ 2026 ના બીજા પખવાડિયામાં (15 થી 30 એપ્રિલ) ગ્રહોની સ્થિતિ અને ગોચરના પ્રભાવ હેઠળ તમામ 12 રાશિઓ માટે સમય મિશ્ર અને પરિવર્તનશીલ રહેશે. Apr 13, 2026 જ્યોતિષ આચાર્ય અશિતજીસ્થાપક: એકદંતમ્ એસ્ટ્રો સોલ્યુશન્સ (EKADANTAM ASTRO Solutions)જ્યોતિષ, વાસ્તુ અને અંકશાસ્ત્રના નિષ્ણાત EKADANTAM ASTRO SOLUTIONS -9227 101 505 એપ્રિલ 2026 ના બીજા પખવાડિયામાં (15 થી 30 એપ્રિલ) ગ્રહોની સ્થિતિ અને ગોચરના પ્રભાવ હેઠળ તમામ 12 રાશિઓ માટે સમય મિશ્ર અને પરિવર્તનશીલ રહેશે. ૧૪ એપ્રિલે મેષ સંક્રાંતિ અને ૧૯ એપ્રિલે અક્ષય તૃતીયા પરશુરામ જન્મોત્સવ ઉજવાશે. આ સમયગાળામાં ખાસ કરીને સૂર્યનું રાશિ પરિવર્તન અને મંગળનો પ્રભાવ મોટા ગજાના નેતાઓ ના નિર્ણયો ઉપર રહેશે.૧૧ એપ્રિલ થી બુધ મીન રાશિમાં (નીચ )નિર્બળ સ્થિતિમાં માં ગોચર કરશે તેથી એક ખોટો નિર્ણય તેમની મુશ્કેલીઓ વધારી શકે છે તેના કારણે રાજકારણમાં ઘણા ફેરફારો ભવિષ્યમાં અસર કરશે રાજકીય ગતિવિધિઓ વધુ તેજ જોવા મળશે તેથી આવનારા સમયમાં પ્રજાજનો માટે કષ્ટકારક સ્થિતિ સર્જાશે.એપ્રિલ 2026 નો ઉત્તરાર્ધ જ્યોતિષીય દૃષ્ટિએ ખૂબ જ ગતિશીલ રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન સૂર્ય મેષ રાશિમાં (ઉચ્ચનો) ભ્રમણ કરશે, જે આત્મવિશ્વાસ અને નવી ઉર્જાનો સંચાર કરશે. નીચે 15 એપ્રિલ થી 30 એપ્રિલ 2026 દરમિયાનના ગ્રહ ગોચર અને તેની 12 રાશિઓ પર પડનારી અસરોનું વિગતવાર વિશ્લેષણ છે. મુખ્ય ગ્રહ સ્થિતિ અને પરિવર્તન (15 - 30 એપ્રિલ 2026) સૂર્ય મેષ રાશિમાં અશ્વિની અને ભરણી નક્ષત્રમાં ભ્રમણ. ચંદ્ર કુંભ થી કન્યા રાશિ સુધીનું ભ્રમણ. મંગળ મીન રાશિમાં, સાહસ અને કાર્યદક્ષતામાં વધારો કરશે. એપ્રિલ ના અંતે બુધ મીન રાશિમાં ભ્રમણ પૂર્ણ કરી મેષ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય સાથે યુતિ (બુધાદિત્ય યોગ), ગુરુ મિથુન રાશિમાં, બૌદ્ધિક ક્ષમતામાં વધારો. શુક્ર મેષ રાશિમાં ભ્રમણ પૂર્ણ કરી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જે પ્રેમ અને ભૌતિક સુખ માટે શ્રેષ્ઠ છે. શનિ મીન રાશિમાં સ્થિત છે .રાહુ કુંભ રાશિમાં છે કેતુ સિંહ રાશિના ધરી પર ગોચર કરે છે.વિશેષ સૂચન (એપ્રિલના અંત માટે)એપ્રિલના આ દિવસો દરમિયાન સૂર્ય મેષ રાશિમાં હોવાથી તાપમાન અને પિત્ત પ્રકૃતિમાં વધારો થઈ શકે છે. દરેક રાશિના જાતકોએ પુષ્કળ પાણી પીવું અને ક્રોધ પર નિયંત્રણ રાખવું.એકદંતમ્ એસ્ટ્રો સોલ્યુશન્સના સ્થાપક અને નામાંકિત જ્યોતિષ આચાર્ય અશિતજી જણાવે છે કે બારેય રાશિઓ માટે ગોચર ગ્રહો ની સ્થિતિ ના આધારે આ પખવાડિયાનું રાશિફળ કેવું રહેવાનું છે તે વિગતવાર ફળ નીચે મુજબ છે:1- મેષ રાશિ વ્યવસાય - આત્મવિશ્વાસ વધશે. નેતૃત્વ શક્તિમાં વધારો થશે અટકેલા સરકારી કામો પૂર્ણ થશે.નોકરી - પદ પ્રતિષ્ઠા અને પ્રમોશન મળી શકે છે ,નવી તકો મળશેધન-આવકમાં વૃદ્ધિ થશે.પારિવારિક-પરિવારમાં તમારો દબદબો જળવાઈ રહેશે.આરોગ્ય-ઉષ્ણતાને કારણે માથાનો દુખાવો કે એસિડિટી થઈ શકે. 2 - વૃષભ રાશિ વ્યવસાય - વિદેશી સંપર્કોથી લાભ થશે.નોકરી - નોકરીમાં સ્થિરતા આવશે.ધન - ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે.પારિવારિક - જીવનસાથી સાથે મધુરતા રહેશે.આરોગ્ય - આંખોની સંભાળ રાખવી, ઠંડા પાણીથી આંખો ધોવી. 3 - મિથુન રાશિ વ્યવસાય - નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે ઉત્તમ સમય.નોકરી- નવી તકો ઊભી થાય અને રચનાત્મક કાર્યોમાં રસ વધે તેવી શક્યતા છેધન - આર્થિક લાભના મજબૂત યોગ છે.પારિવારિક - ભાઈ-બહેનોનો સાથ મળશે.આરોગ્ય - માનસિક શાંતિ રહેશે, છતાં પૂરતો આરામ લેવો.4 - કર્ક રાશિ વ્યવસાય - વેપારમાં પ્રગતિ થશે. વ્યવસાય ક્ષેત્રે નવી યોજનાઓ શરૂ થશે જે તમારા માટે લાભદાયી સાબિત થશે.નોકરી - કાર્યક્ષેત્રે નવી જવાબદારીઓ મળશે.ધન- ધન વૃદ્ધિના યોગ બની રહ્યાં છે બીન જરૂરી ખર્ચ ટાળવોપારિવારિક - સામાજિક પ્રતિષ્ઠા વધશે. માતા તરફથી સુખ મળશે.આરોગ્ય - તબિયત સારી રહેશે, જૂની માંદગીમાં રાહત મળશે. 5 - સિંહ રાશિવ્યવસાય - ભાગ્યનો પૂરો સાથ મળશે. લાંબી મુસાફરીના યોગ છે, કર્મચારીઓ સાથે યોગ્ય વર્તન કરવું જરૂરી રહેશે સાથે તાલમેલ જાળવી રાખવુંનોકરી - કાર્યશક્તિમાં વધારો થશે અને તમારી પ્રશંસા થશે .ધન - અટકેલા નાણાં પરત મળશે.પારિવારિક - ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.આરોગ્ય - હાડકાની પીડા સંભવી શકે. 6 - કન્યા રાશિ વ્યવસાય - સાવધ રહેવું, શત્રુઓ પરેશાન કરી શકે છે. સંશોધન ક્ષેત્રે લાભ.નોકરી - ઉપરી અધિકારીઓ સાથે વિવાદ ટાળવો અને સહકર્મીઓ દ્વારા રાજકારણ થી સંભાળવુંધન - પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી.પારિવારિક - વાણી પર સંયમ રાખવો.આરોગ્ય - ત્વચા અથવા ચેપ (Infection) થી બચવું. 7 - તુલા રાશિવ્યવસાય - ભાગીદારીના કામમાં જબરદસ્ત સફળતા મળશે.નોકરી - સહકર્મીઓ સાથે સંબંધો સુધરશે ઉપરી અધિકારી આપના કામની પ્રશંસા કરશેધન - નવી આવક ના યોગ છે પ્રયત્ન સફળ થશે.પારિવારિક - લગ્ન જીવનમાં પ્રેમ વધશે. નવા મિત્રો બનશે.આરોગ્ય - કમર કે સ્નાયુના દુખાવાની ફરિયાદ રહી શકે. 8- વૃશ્ચિક રાશિ વ્યવસાય - વ્યવસાય સંબંધિત કામમાં પ્રગતિ જણાય છે મહેનતનું પરિણામ મળશે.નોકરી - નોકરીમાં વિરોધીઓ પરાસ્ત થશે. ખોટા માણસો ની ઓળખ થશે.ધન - લોન કે કરજની બાબતમાં રાહત મળશે.પારિવારિક - મોસાળ પક્ષે લાભ થશે મળવાનું થાય. પારિવારિક શાંતિ જાળવી રાખવી જરૂરી છેઆરોગ્ય - પાચનતંત્ર નબળું પડી શકે, બહારનું ખાવાનું ટાળવું. 9 - ધનુ રાશિ વ્યવસાય - બૌદ્ધિક ક્ષેત્રે પ્રગતિ થશે.નોકરી - આપની કાર્યદક્ષતા જોઈને વખાણ થશે.ધન - શેરબજારમાં લાભના યોગ બનશે તેમજ વર્તમાન પરિસ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી ને રોકાણ કરવું એ ભવિષ્યમાં લાભદાયી સાબિત થશેપારિવારિક - સંતાન પક્ષે ખુશી મળશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે.આરોગ્ય - શારીરિક રીતે સ્ફૂર્તિ અનુભવશો, યોગ કરવા હિતાવહ. 10 - મકર રાશિ વ્યવસાય - રિયલ એસ્ટેટ અને મકાન-જમીનના કામમાં સફળતા મળશે.નોકરી - કામકાજમાં થાક અનુભવશો મહેનત કરવાથી સફળતા મળશે.ધન - ઘરની સુખ-સુવિધા પાછળ ખર્ચ થશે.પારિવારિક - માનસિક વ્યગ્રતા રહી શકે.આરોગ્ય - છાતીમાં દુખાવો કે શ્વાસની તકલીફ હોય તેમણે સાવધ રહેવું. 11 - કુંભ રાશિવ્યવસાય - સાહસ અને પરાક્રમ વધશે. ટૂંકા પ્રવાસથી લાભ થશે.નોકરી - નોકરીમાં પ્રગતિ થશે કામકાજ માટે પ્રવાસ થશેધન - આર્થિક સ્થિતિ સુધરશે.પારિવારિક - પડોશીઓ સાથેના સંબંધો સુધરશે.આરોગ્ય - ગળા કે કાનની સમસ્યાઓથી બચવું. 12 - મીન રાશિ વ્યવસાય - વાણી દ્વારા કામ સિદ્ધ થશે. કૌટુંબિક વ્યવસાયમાં પ્રગતિ.નોકરી - આપની વાતચીત થી અધિકારી વર્ગ પ્રભાવિત થશેધન - ધન સંગ્રહ કરવામાં સફળ રહેશો.પારિવારિક - પરિવારમાં ઉત્સવનું વાતાવરણ.આરોગ્ય - દાંત કે મોઢાને લગતી સમસ્યા થઈ શકે છે.નોંધ: આ ગોચર ગ્રહો ની સ્થિતિ મુજબ બારેય રાશિ માટે ગ્રહદશા પર આધારિત ફળાદેશ છે. વ્યક્તિગત કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મુજબ પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. Previous Post Next Post