ઈરાને બહેરીનમાં અમેરિકન નેવી બેઝનો ખાતમો કરતા પશ્ચિમી દેશો સ્તબ્ધ

ઈરાને બહેરીનમાં અમેરિકન નેવી બેઝનો ખાતમો કરતા પશ્ચિમી દેશો સ્તબ્ધ

નવી દિલ્હી,

અમેરિકન નૌસેનાની સેન્ટ્રલ કમાન્ડ અને યુએસ ફિફ્થ ફ્લિટના મુખ્યાલયને ભારે નુકશાન

અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા પાંચ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલો સંઘર્ષ દિન-પ્રતિદિન વધુ ભયાનક બનતો જઈ રહ્યો છે. આ સંઘર્ષને લઈને હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ઈરાની હુમલાઓના કારણે બહેરીનમાં આવેલા અમેરિકન નૌસેનાના મુખ્ય મિલિટરી બેઝને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

બહેરીનમાં યુએસ નેવલ બેઝ પર ઈરાનનો હુમલો

મીડિયા રિપોર્ટ મુજબ, ઈરાની હુમલાની તીવ્રતાને સ્વીકારતા વરિષ્ઠ અમેરિકન અધિકારીએ જણાવ્યું છે કે, 'ઈરાને બહેરીનમાં ભારે તબાહી મચાવી છે. આ હુમલો 'નેવલ સપોર્ટ એક્ટિવિટી બહેરીન' (NASB) બેઝ પર થયો હતો, જે અમેરિકન નૌસેનાની સેન્ટ્રલ કમાન્ડ અને યુએસ ફિફ્થ ફ્લિટનું મુખ્ય મુખ્યાલય છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીના અંતથી અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હવાઈ હુમલાઓ બાદથી જ આ બેઝ સતત ઈરાનના નિશાના પર રહ્યો છે.'

સૈનિકોની વાપસી અને બેઝના રિપેરિંગ પર અનિશ્ચિતતા

આ ભારે તબાહી બાદ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે અમેરિકન સૈનિકો આ બેઝ પર ક્યારે પાછા ફરશે. ગત મહિનાની 31 તારીખે એક ટાઉન હૉલ દરમિયાન ચીફ ઓફ નવલ ઓપરેશન્સ એડમિરલ ડેરિલ કૉડલે સ્પષ્ટ કર્યું હતું કે, 'સૈનિકો હાલ ત્યાં પાછા નહીં ફરે અને તેઓ પોતાનો અંગત સામાન કાઢવા માટે પણ હમણાં ત્યાં જઈ શકે તેમ નથી. નૌસેના હાલ એ વાતની તપાસ કરી રહી છે કે શું આ બેઝનું રિપેરિંગ કરવું જોઈએ કે નહીં.'

જોર્ડન અને અન્ય ઠેકાણાઓ પર પણ હુમલા

આ સંઘર્ષ માત્ર બહેરીન પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં અમેરિકન સૈન્ય ઠેકાણાં તેની ચપેટમાં આવી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈરાન દ્વારા જોર્ડનના મુવફ્ફક સાલ્ટી એર બેઝ પર કરવામાં આવેલા બેલિસ્ટિક મિસાઈલ હુમલામાં અમેરિકાના અનેક વિમાનોને નુકસાન થયું છે. આ દરમિયાન અમેરિકન સેનાએ 30થી વધુ પેટ્રિયટ મિસાઈલો દાગી હતી.

ઓઇલ અને શિપિંગ રૂટ પર પણ સંકટ

જેવી રીતે આ સંઘર્ષ વધી રહ્યો છે, તેમ ઈરાની દળોએ અમેરિકન નૌસેનાની સંપત્તિઓ અને શિપિંગ હિતોને પણ નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. તાજેતરનો તણાવ ત્યારે વધુ વધ્યો જ્યારે અમેરિકાએ ઈરાનના પાંચ ઓઇલ ટેન્કરો પર હુમલા કર્યા અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનની ભૂમિકાની પુષ્ટિ કરતાં ભવિષ્યમાં પણ આવા હુમલા ચાલુ રહેવાની ચેતવણી આપી છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!