PM મોદીએ પુટ્ટપર્થીમાં સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં ભાગ લીધો, ઐશ્વર્યા રાયે પગે લાગી આશીર્વાદ લીધા

PM મોદીએ પુટ્ટપર્થીમાં સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં ભાગ લીધો, ઐશ્વર્યા રાયે પગે લાગી આશીર્વાદ લીધા

આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં હાજરી આપી. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ, ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અને બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઐશ્વર્યાએ પીએમ મોદીને પગે લાગી આશીર્વાદ લીધા, જ્યારે મોદીએ પોતાના હાથ જોડીને ત્યન પ્રતિસાદ આપ્યો.

પ્રોગ્રામમાં પીએમ મોદીએ કહ્યું કે સત્ય સાંઈ બાબાનું જીવન “વસુધૈવ કુટુંબકમ”નું જીવંત સ્વરૂપ છે અને તેમનો ઉપદેશ, પ્રેમ અને સેવા લોકો માટે માર્ગદર્શનરૂપ છે. તેમણે સમગ્ર ભારતમાં સામાજિક સુરક્ષા, સુકન્યા સમૃદ્ધિ યોજના અને દીકરીઓના હિત માટે સરકારની વિવિધ યોજનાઓની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો.

સમારોહના અવસર પર 100 રૂપિયાનો સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટો જાહેર કરવામાં આવી હતી, જે બાબાના સેવા અને શિક્ષણની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. પીએમ મોદીએ કહ્યું કે બાળકો, ગામડાઓ અને શહેરોમાં સત્ય સાંઈ બાબાના ઉપદેશોનો અદ્ભુત પ્રભાવ દેખાય છે.

આ પ્રસંગ બાદ પીએમ મોદી તામિલનાડુના કોઈમ્બતુર ગયા અને દક્ષિણ ભારત નેચરલ ફાર્મિંગ સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું, જેમાં 50,000થી વધુ ખેડૂતો, વૈજ્ઞાનિકો અને કૃષિ વ્યાવસાયિકો જોડાયા. આ સમિટમાં કુદરતી, રાસાયણ મુક્ત અને પર્યાવરણને અનુકૂળ ખેતી પ્રોત્સાહિત કરવા માટે વિવિધ નવીનતાના પ્રદર્શન કરાયા.

આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે ભારત 2047માં સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ થતા "વિકસિત ભારત" બનશે અને 21મી સદી ભારતની, 140 કરોડ ભારતીયોની સદી હશે.

You may also like

વેનેઝુએલામાં ભૂકંપથી ૨૩૫ના મોત, 39 હજાર લોકો ગુમ

વેનેઝુએલામાં ભૂકંપથી ૨૩૫ના મોત, 39 હજાર લોકો ગુમ

ચૈતર વસાવાને ધારાસભ્ય પદેથી હટાવવા વિધાનસભામાં કાયદાકીય પ્રક્રિયાનો ધમધમાટ

ચૈતર વસાવાને ધારાસભ્ય પદેથી હટાવવા વિધાનસભામાં કાયદાકીય પ્રક્રિયાનો ધમધમાટ

ડિજિટલ ફ્રોડનો ભોગ બનનાર ગ્રાહકોને RBI આપશે રૂ. 25,000 સુધીનું વળતર

ડિજિટલ ફ્રોડનો ભોગ બનનાર ગ્રાહકોને RBI આપશે રૂ. 25,000 સુધીનું વળતર

રાજકોટમાં ફૂડ વિભાગનો સપાટો: ૬૩૬ કિલો ગંધાતા પનીરનો નાશ, ત્રણ પેઢી સીલ

રાજકોટમાં ફૂડ વિભાગનો સપાટો: ૬૩૬ કિલો ગંધાતા પનીરનો નાશ, ત્રણ પેઢી સીલ