ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્જનો પ્રભાવ વધી રહ્યો: સવારે ઠંડી, બપોરે ગરમીનો ચમકારો, તાપમાનમાં ઉથલપાથલથી સ્વાસ્થ્ય જોખમ વધ્યું Nov 13, 2025 ગુજરાતમાં આ વર્ષે શિયાળાની શરૂઆત અનોખી રીતે થઈ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સવારે ઠંડીનો અહેસાસ થાય છે તો બપોર સુધી તાપમાન અચાનક વધી ગરમીનો ચમકારો અનુભવાય છે. હવામાન વિભાગના આંકડા મુજબ, હાલમાં સવાર અને બપોરના તાપમાન વચ્ચે 17થી 18 ડિગ્રી સેલ્સિયસનો તફાવત નોંધાઈ રહ્યો છે.અમરેલીમાં સવારે 13.2°C અને બપોરે 30°C નજીક તાપમાન પહોંચી ગયું હતું. રાજકોટમાં પણ સવારે 14.8°Cના ઠંડા માહોલ બાદ બપોરે પારો 33°C સુધી ચડી ગયો હતો, જે રાજ્યનું સૌથી વધારે તાપમાન ગણાયું. આ જ રીતે ગાંધીનગર, કેશોદ, મહુવા, નલિયા અને સુરેન્દ્રનગરમાં પણ 18°C સુધીનો તફાવત નોંધાયો છે.સ્વાસ્થ્ય માટે ચેતવણીઆ તીવ્ર તાપમાન ફેરફાર માનવ શરીર માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, આ સ્થિતિથી વાયરલ શરદી, ઉધરસ, શ્વાસની તકલીફો અને હૃદયરોગનું જોખમ વધે છે. વધુમાં હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 30–40% આસપાસ રહ્યું છે, જેના કારણે ત્વચા સુકાતી રહે છે અને ચર્મરોગની શક્યતાઓ વધી રહી છે.ખેડૂતો માટે રાહતજોકે, આ સૂકું હવામાન ખેડૂતો માટે રાહતરૂપ બની શકે છે. માવઠા દરમિયાન ભીંજાયેલી મગફળી અને અન્ય કૃષિ પાક હવે ઝડપથી સુકાઈ રહ્યા છે, જે વેચાણ માટે અનુકૂળ સ્થિતિ સર્જે છે.રસપ્રદ હવામાન માહિતીહવામાન વિભાગ મુજબ તાપમાન જમીનથી 4 ફૂટ ઊંચાઈએ માપવામાં આવે છે, જેથી વાસ્તવિક તાપમાનનો ખ્યાલ મળે. લોકો સામાન્ય રીતે માને છે કે સૌથી વધુ ઠંડી ‘બ્રહ્મમુહુર્ત’ (સવારે 4થી 5 વાગ્યે) હોય છે, પરંતુ વાસ્તવમાં ન્યૂનત્તમ તાપમાન સૂર્યોદય પછીના અડધા કલાક બાદ નોંધાય છે.ક્લાઈમેટ ચેન્જના કારણે ગુજરાતમાં શિયાળો હવે એકરૂપ રહ્યો નથી. સવારે ઠંડી અને બપોરે ગરમીના કારણે આરોગ્ય અને કૃષિ બંને ક્ષેત્રોમાં અલગ અલગ અસર જોવા મળી રહી છે. હવામાનની આ અનિશ્ચિતતા આગામી અઠવાડિયોમાં વધુ સ્પષ્ટ બનશે તેવી સંભાવના છે. Previous Post Next Post