તમિલનાડુમાં ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક પલટી જતા ભયાનક દુર્ઘટના, એક પછી એક થયા વિસ્ફોટો

તમિલનાડુમાં ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક પલટી જતા ભયાનક દુર્ઘટના, એક પછી એક થયા વિસ્ફોટો

તમિલનાડુના અરિયાલૂર જિલ્લામાં મંગળવારે ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. એલપીજી ગેસ સિલિન્ડરથી ભરેલી એક ટ્રક વરણાવાસી નજીક અચાનક પલટી જતા ભીષણ વિસ્ફોટોની શ્રેણી સર્જાઈ હતી. ટ્રક પલટતાં જ તેમાં ભરેલા સિલિન્ડર એક પછી એક ફાટ્યા અને ભયાનક આગ ફાટી નીકળી હતી.

સ્થાનિક લોકો અનુસાર વિસ્ફોટોના અવાજ 2 કિલોમીટર દૂર સુધી સંભળાયા હતા. ધડાકાઓ એટલા જોરદાર હતા કે સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

ટ્રક પલટી જતાં ડ્રાઇવર સમયસર બહાર કૂદીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. તેને મામૂલી ઇજાઓ થતાં નજીકની અરિયાલૂર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જોકે, ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે.

દુર્ઘટના બાદ અરિયાલૂરના કલેક્ટર અને પોલીસ સુપરિન્ટેન્ડન્ટ (SP) તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આસપાસનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે. આગને કારણે સ્થાનિકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો.

અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ સિલિન્ડર વિસ્ફોટના કારણે ભારે નુકસાન થયું છે. ઘટનાની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

You may also like

સુરતની પી.પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં 100 છાત્રાઓને ફૂડ પોઇઝનિંગની અસર

સુરતની પી.પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં 100 છાત્રાઓને ફૂડ પોઇઝનિંગની અસર

કેદારનાથ યાત્રા અટકાવાઈ, ભૂસ્ખલનથી એકનું મોત

કેદારનાથ યાત્રા અટકાવાઈ, ભૂસ્ખલનથી એકનું મોત

ઉત્તરાખંડમાં 54 બેઠકો સાથે ભાજપની સરકાર બની શકે છે: મીડિયા સર્વેમાં દાવો

ઉત્તરાખંડમાં 54 બેઠકો સાથે ભાજપની સરકાર બની શકે છે: મીડિયા સર્વેમાં દાવો

ગુજરાત વિધાનસભા અને શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર બે શખ્સો ઝારખંડથી ઝડપાયા

ગુજરાત વિધાનસભા અને શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર બે શખ્સો ઝારખંડથી ઝડપાયા