ધર્મેન્દ્ર હજુ જીવે છે : ખોટા નિધનના અહેવાલ બાદ હેમા માલિની અને એશા દેઓલનો ગુસ્સો

ધર્મેન્દ્ર હજુ જીવે છે : ખોટા નિધનના અહેવાલ બાદ હેમા માલિની અને એશા દેઓલનો ગુસ્સો

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના નિધનના અહેવાલો આજે સવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પરંતુ હવે આ અહેવાલોને તેમના પરિવારજનો દ્વારા સંપૂર્ણપણે ખોટા ગણાવવામાં આવ્યા છે.

અભિનેત્રી અને ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, “મારા પિતા સંપૂર્ણપણે સ્ટેબલ છે અને તેઓ ધીમે ધીમે રિકવરી કરી રહ્યા છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “કૃપા કરીને આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં ખોટી માહિતી ન ફેલાવો અને અમારા પરિવારની પ્રાઈવસીનો સન્માન કરો.”

સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રના અવસાનની ખોટી ખબર ફેલાતા ચાહકોમાં હલચલ મચી ગઈ હતી. ઘણા લોકોએ શ્રદ્ધાંજલિ પોસ્ટ્સ પણ કરી દીધી હતી. જોકે થોડી જ વારમાં એશા દેઓલ અને હેમા માલિનીએ સત્તાવાર રીતે સ્પષ્ટતા કરીને ખોટી અફવાઓને બંધ કરી દીધી.

હાલ ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમનું સ્વાસ્થ્ય સ્થિર છે. ડૉક્ટરો મુજબ તેમની તબિયતમાં સતત સુધારો નોંધાઈ રહ્યો છે.

પરિવારે ચાહકોને ધર્મેન્દ્રના ઝડપી સ્વાસ્થ્યલાભ માટે પ્રાર્થના કરવાની વિનંતી કરી છે.

You may also like

રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો