પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં હાઇકોર્ટ પાસે વિસ્ફોટ, 12ના મોત અને અનેક ઈજાગ્રસ્ત

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં હાઇકોર્ટ પાસે વિસ્ફોટ, 12ના મોત અને અનેક ઈજાગ્રસ્ત

ઇસ્લામાબાદ : પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આજે બપોરે ભયાનક વિસ્ફોટ થયો હોવાની માહિતી મળી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, હાઇકોર્ટ નજીક પાર્ક કરેલી એક કારમાં અચાનક વિસ્ફોટ થતાં 12 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ધમાકો એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.
 
પોલીસે વિસ્તાર સીલ કરીને તપાસ શરૂ કરી

  • આ ઘટના હાઇકોર્ટ પરિસરના પાર્કિંગ એરિયામાં બની હતી, જ્યાં કારમાં અચાનક સિલિન્ડર ફાટ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. ધડાકા બાદ આસપાસ અફરાતફરી મચી ગઈ અને કોર્ટ પરિસરમાં હાજર અનેક લોકો દોડતા થયા. પોલીસ અને રેસ્ક્યુ ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી. ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
  • સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરીને ફોરેન્સિક ટીમને તપાસ માટે બોલાવવામાં આવી છે. તેઓ વિસ્ફોટના સાચા કારણને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ ખરેખર અકસ્માત હતો કે પછી કોઈ સજિશનો ભાગ.
     
કોર્ટની તમામ કામગીરી સ્થગિત

  • આ ઘટનાને પગલે હાઇકોર્ટની તમામ કાર્યવાહીઓ સ્થગિત કરવામાં આવી છે અને સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. આસપાસના વિસ્તારોમાં પણ સુરક્ષા વધારી દેવાઈ છે જેથી વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
     
નાગરિકોમાં ભય અને શોકનો માહોલ

  • વિસ્ફોટ બાદ ઇસ્લામાબાદના નાગરિકોમાં ભય અને ચિંતા વ્યાપી ગઈ છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર સરકારને સુરક્ષાની વ્યવસ્થા મજબૂત કરવાની માગ કરી છે. આ ઘટનાને લઈને પાકિસ્તાનના ગૃહમંત્રી દ્વારા તાત્કાલિક રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

સ્થાનિક પ્રશાસન મુજબ, ધમાકાનો સાચો કારણ જાણવા માટે ફોરેન્સિક તપાસ ચાલુ છે અને દોષિતો સામે કડક પગલાં લેવામાં આવશે.

You may also like

1 મે 2026 થી 14 મે 2026 ના આ પખવાડિયા દરમિયાન ગ્રહોનું ગોચર ખૂબ જ મહત્વના પરિવર્તનો લાવશે.

1 મે 2026 થી 14 મે 2026 ના આ પખવાડિયા દરમિયાન ગ્રહોનું ગોચર ખૂબ જ મહત્વના પરિવર્તનો લાવશે.

રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો, છતાં બફારાથી લોકો પરેશાન | રાજકોટ ફરી સૌથી ગરમ શહેર

રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો, છતાં બફારાથી લોકો પરેશાન | રાજકોટ ફરી સૌથી ગરમ શહેર

1 મેથી બદલાયા 5 મોટા નિયમો | ATM, UPI, ક્રેડિટ કાર્ડથી ગેસ સિલિન્ડર સુધી સીધી અસર

1 મેથી બદલાયા 5 મોટા નિયમો | ATM, UPI, ક્રેડિટ કાર્ડથી ગેસ સિલિન્ડર સુધી સીધી અસર

ઉનાળાની રજાઓમાં ગુજરાતના સૌથી સુંદર પ્રવાસસ્થળો | ધર્મ, દરિયા અને પ્રકૃતિનો અનોખો સંગમ

ઉનાળાની રજાઓમાં ગુજરાતના સૌથી સુંદર પ્રવાસસ્થળો | ધર્મ, દરિયા અને પ્રકૃતિનો અનોખો સંગમ