મગફળીનો મબલખ પાક છતાં સિંગતેલના ભાવમાં ઉછાળો, ડબો 2500 રૂપિયા પાર

મગફળીનો મબલખ પાક છતાં સિંગતેલના ભાવમાં ઉછાળો, ડબો 2500 રૂપિયા પાર

ગુજરાતમાં આ વર્ષે મગફળીનો ઇતિહાસ રચતો 66 લાખ ટનનો પાક થવાનો અંદાજ છે, પરંતુ માર્કેટમાં સિંગતેલના ભાવોમાં અનોખો ઉછાળો જોવા મળી રહ્યો છે. નવી સીઝન શરૂ થઈ ગઈ હોવા છતાં તેલમિલરો દ્વારા ઊંચી ગુણવત્તાવાળી મગફળી ન મળવાના બહાના હેઠળ સિંગતેલના ભાવમાં કૃત્રિમ વધારો કરવામાં આવી રહ્યો છે. આ વધારાનો સીધો ડામ સામાન્ય ગ્રાહકોને પડી રહ્યો છે.

રાજકોટના તેલબજારમાં છેલ્લા ચાર દિવસમાં જ સિંગતેલના 15 કિલોના ડબામાં આશરે 60 રૂપિયાનો વધારો નોંધાયો છે. હાલ 15 કિલો સિંગતેલના ડબાનો ભાવ રૂ. 2460થી વધીને રૂ. 2510 સુધી પહોંચી ગયો છે, જે કિલો દીઠ 4 રૂપિયાનો ઉછાળો દર્શાવે છે.

માર્કેટ યાર્ડમાં મગફળીની ધોધમાર આવક ચાલુ છે અને 900થી 1250 રૂપિયા પ્રતિ 20 કિલો સુધીના ભાવ સ્થિર છે. સપ્લાય પૂરતો હોવા છતાં ભાવમાં વધારો થવો તર્કહીન ગણાય છે. વેપારીઓના મતે કેટલાક તેલમિલરો દ્વારા બજારની સ્થિતિનો લાભ લઈ કૃત્રિમ ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે.

કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયેલ છે, અને હવે સિંગતેલના વધતા ભાવને કારણે ગ્રાહકો પર પણ મોંઘવારીનો બોજો આવી ગયો છે. અનેક ગ્રાહકોએ આ વર્ષે આખા વર્ષનું તેલ એકસાથે ખરીદવાનું ટાળ્યું છે.

વેપારી સૂત્રોના જણાવ્યા મુજબ, ખાદ્યતેલની ગુણવત્તા અંગેની ફરિયાદો ટાળવા ગ્રાહકોને હાલમાં એકસાથે મોટા પ્રમાણમાં ખરીદી ન કરવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ કપાસિયા તેલના ભાવ સ્થિર રહ્યા છે, 2195થી 2245 રૂપિયાના ભાવે સોદા નોંધાયા છે. હાલ સિંગતેલ કપાસિયા તેલ કરતાં રૂ. 265 જેટલું મોંઘું થઈ ગયું છે, જે સામાન્ય ગ્રાહકો માટે ચિંતાજનક પરિસ્થિતિ ઉભી કરે છે.

You may also like

રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

રાજકોટ શહેર ભાજપ દ્વારા 'વંદેમાતરમ' થીમ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

આરએમસીએ ૧,૫૪૮ બાંધકામોને નોટિસ ફટકારી પણ ડિમોલિશન ન કર્યું

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

રાજકોટના સર્વેશ્વર ચોકમાં રજવાડી થીમ સાથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો

એફ.બી. પર મિત્રતા કરી યુવતીને બ્લેકમેઇલ કરનારો શખ્સ જયપુરથી ઝડપાયો